આઈપીએલ 2025 પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલને મોટી જવાબદારી મળી શકે છે. પાર્થિવ પટેલ ગુજરાત ટાઈટન્સમાં જોડાઈ શકે છે. જાણવા મળતી માહિતી મુજબ ગુજરાત તેમને બેટિંગની જવાબદારી સોંપવાની છે. હાલમાં આ જવાબદારીની જાહેરાત કરવાની બાકી છે. પાર્થિવ પટેલ ટીમમાં ગૈરી કર્સ્ટનની જગ્યા લેશે. કર્સ્ટનને ગુજરાતનો સાથ છોડી દીધો છે.
ગુજરાત ટાઈટન્સનાં હેડ કોચ આશિષ નેહરા છે. ત્યારે પાર્થિવ હવે નેહરા સાથે કામ કરશે. પાર્થિવ પટેલની ક્રિકેટમાં કારકીર્દી ખૂબ જ સારી છે. જેની સાથે સાથે તેમને ચોકિંગનો પણ અનુભવ છે. પાર્થિવ પટેલ આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ કામ કરી ચૂક્યા છે. મહત્વની વાત તો એ છે કે આંતરરાષ્ટ્રીય મેચોની સાથે સાાથે અન્ય ક્રિકેટ મેચ જોવા પણ પહોંચી જાય છે. તેમજ ખેલાડીઓ પર તેઓ નજર રાખે છે. મીડીયા રિપોર્ટ મુજબ મળતી માહિતી મુજબ ગુજરાત ટાઈટન્સમાં તેઓને મહત્વની બેટીંગને લઈ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
શુભમન ગિલ સાથે શમી પણ ટીમમાં પરત ફરી શકે છે
ગુજરાત ટાઈટન્સનાં પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમ સાથે છેડો ફાડી દીધો છે. અને તેઓ મુંબઈ ઈન્ડિયન્સમાં ચાલ્યા ગયા છે. તેમની ગેરહાજરીમાં શુભમન ગિલને કેપ્ટનશીપની મહત્વની જવાબદારી આપવામાં આવી છે. ગિલ અને નેહરા સાથે મળીને સારૂ કામ કર્યું. પરંતું પરિણામ એટલું સારૂ ન હતું. ગુજરાત હજુ પણ ગીલને રિટેન્શન લિસ્ટમાં નંબર વન પર રાખી શકે છે. તેની સાથે મોહમ્મદ શમીને પણ તક આપવામાં આવી શકે છે.
અત્યાર સુધી કેવું રહ્યું ગુજરાતનું પ્રદર્શન
IPLમાં અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સનો રેકોર્ડ સારો રહ્યો છે. ટીમ 2022માં ચેમ્પિયન બની હતી. તેમજ 2023 માં પણ ફાઇનલ સુધી પહોંચી હતી. આ બંને સિઝનમાં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન હતો. પરંતુ 2024ની સીઝન કંઈ ખાસ ન હતી. ટીમ આઠમા સ્થાને રહી હતી.