બનાસકાંઠાના અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી સામે આવી છે. માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુની પુરાવા વગરની રોકડ રકમ ઝડપાઈ છે.
માવલ ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી
રાજસ્થાનથી કારમાં પૈસા ભરીને જઈ રહેલા બે શખ્સો શંકાસ્પદ લાગતા પોલીસે પુછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં કારચાલકનો સંતોષકારક જવાબ ન મળતા પોલીસે કારની તપાસ કરી હતી. તપાસ હાથ ધરી ત્યારે ગાડીમાંથી પુરાવા વગરની 7 કરોડથી વધુની રકમ મળી આવી હતી.
પોલીસે બે શખ્સોની કરી અટકાયત
રાજસ્થાન પોલીસે સંજય રાવલ અને દાઉદ સિંધી નામના બે શખ્સની અટકાયત કરી હતી. બંને શખ્સ મહેસાણાના રહેવાસી હોવાની તપાસમાં માહિતી સામે આવી છે