BCCIના સિલેક્ટર્સ દ્વારા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય સ્ક્વોડની પસંદગી કરી દેવામાં આવી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. પરંતુ આ સિલેક્શન પર સવાલ ઉઠી રહ્યા છે. કેમ કે તેમાં ત્રણ નવા પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે પણ મોહમ્મદ શમીની પસંદગી કરવામાં નથી આવી. શમી ઇંજર્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ મોહમ્મદ શમીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી અનેક વખત સંકેત આપ્યા હતા કે તે ફીટ થઈ ગયો છે.
આથી સવાલ થઈ રહ્યા છે કે, જો શમી ઇજાગ્રસ્ત હતો તો BCCIએ 25મી ઓક્ટોબરે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી કેમ નહતી આપી. BCCIની તે પ્રેસ રિલીઝમાં કુલદીપ યાદવની ઈજા વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવાયું હતું કે કુલદીપ યાદવને ગ્રોઈનની જૂની સમસ્યાના કારણે માટે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં રેફર કરવામાં આવ્યો છે. પરંતુ મોહમ્મદ શમીને લઇ કોઈ માહિતી નહતી અપાઈ. આથી શમીનુ સિલેક્શન ન થતા ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે.
Big Breaking: BCCI announces 18-member Test squad for Border-Gavaskar Trophy with surprise inclusions, suspense over Mohammed Shami finally ends
India's Test squad for the Border-Gavaskar Trophy #INDvsNZ #ViratKohli𓃵 #CricketTwitter pic.twitter.com/HFfJfbL8a4— Anu Cute (@Anucutegirl15) October 26, 2024
ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટ મેચના પ્રવાસ માટે ભારતીય ટીમમાં 18 પ્લેયરની પસંદગી કરાઈ છે. જેમાં નવા ખેલાડીઓ અભિમન્યુ ઇશ્વરન, ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને સામેલ કરાયા છે. તો મુકેશ કુમાર, નવદીપ સૈની અને ખલીલ અહેમદને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કરાયા છે.
અભિમન્યુ ઇશ્વરન ડેબ્યૂ કરવાનો મળશે મોકો
રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં ટીમનો કેપ્ટન અને જસપ્રિત બુમરાહ વાઇસ-કેપ્ટન હશે. રોહિત અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટમાંથી એકમાં નહીં રમી શકે, આથી 29 વર્ષીય અભિમન્યુ ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે. ઇશ્વરન અત્યારે શાનદાર ફોર્મમાં છે, તેને દુલીપ ટ્રોફીમાં બે સદી ફટકારી હતી, ઈરાની ટ્રોફીમાં પણ સદી ફટકારી હતી અને રણજી ટ્રોફી સીઝનમાં પણ સદી મારી હતી.
ભારતીય ટીમમાં ત્રણ સ્પિનર
ભારતે તેની ટીમ માટે ત્રણ સ્પિન ઓલરાઉન્ડર તરીકે આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની પસંદગી કરી છે. 21 વર્ષીય રેડ્ડી ઓસ્ટ્રેલિયા માટે ટીમમાં એકમાત્ર સીમ બોલિંગ ઓલરાઉન્ડર છે. નીતીશ કુમાર રેડ્ડી ઓસ્ટ્રેલિયાની પીચ પર સેટ થવાનો વધુ મોકો મળશે કેમ કે તેને ઇન્ડિયા A તરફથી ચાર દિવસીય બે મેચ રમવાનો મોકો મળશે.
🚨 NEWS 🚨
Squads for India’s tour of South Africa & Border-Gavaskar Trophy announced 🔽#TeamIndia | #SAvIND | #AUSvIND pic.twitter.com/Z4eTXlH3u0
— BCCI (@BCCI) October 25, 2024
ટીમમાં બુમરાહ સહિત 4 ઝડપી બોલર
ભારતીય ટીમમાં બુમરાહ સિવાય મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ અને રાણા ફાસ્ટ બોલર છે. પ્રસિદ્ધે બે ટેસ્ટ રમી છે. તો 22 વર્ષીય રાણા માત્ર નવ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. ખલીલના રિઝર્વમાં હોવાથી
અને યશ દયાલની ગેરહાજરીને કારણે ભારત પાસે કોઈ ડાબોડી ફાસ્ટ બોલર નથી.
15 નવેમ્બરથી શરૂ થશે પ્રવાસની શરૂઆત
ભારત પોતાના પ્રવાસની શરૂઆત 15 થી 17 નવેમ્બર સુધી પર્થમાં ઇન્ડિયા A સામે પ્રેક્ટિસ મેચથી કરશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે 22 થી 26 નવેમ્બર સુધી પર્થ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ રમશે. 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે PM ઈલેવન સામે પ્રેક્ટિસ મેચ રમવા કેનબેરા જશે. 6 થી 10 ડિસેમ્બર દરમિયાન બીજી ડે-નાઈટ ટેસ્ટ એડિલેડમાં રમશે.
ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનમાં 14 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાશે અને ત્યાર બાદ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ અને 3 જાન્યુઆરીથી સિડનીમાં ટેસ્ટ રમશે. ભારતે 2018-19 અને 2020-21માં એમ બંને પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમને બોર્ડર ગાવસ્કર ટ્રોફી હરાવી હતી.
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રિઝર્વ : મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.
ભારતીય ટીમની પસંદગીના મુખ્ય મુદ્દાઓ
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ટીમમાં પસંદગી કરાઈ નથી.
અભિમન્યુ ઇશ્વરને બેકઅપ ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે
નીતીશ કુમાર રેડ્ડીને ટીમમાં જગ્યા મળી
અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરની પસંદગી કરવામાં નથી આવી.
હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણની પસંદગી કરવામાં આવી
કુલદીપ ઈજાના કારણે ટીમની બહાર
ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને નવદીપ સૈનીને રિઝર્વમાં રાખવામાં આવ્યા
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
22-26 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ
6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની