આપણે ત્યાં એક કહેવત છે કે, સમય ખૂબ શક્તિશાળી છે, સમય સમય બલવાન હે. જોકે સમય કેટલો શક્તિશાળી છે અને દરેક મિનિટનું મૂલ્ય શું છે, વ્યક્તિને આનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ થોડી ક્ષણો, થોડીક પળો, થોડીક સેકન્ડો કે થોડી મિનિટોના કારણે લક્ષ્ય ચૂકી જાય છે. વાસ્તવમાં હાલ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક નેતાને સામેની શું કિંમત હોય તેનો કડવો અનુભવ થયો છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડી (VBA) એ નાગપુરની સેન્ટ્રલ નાગપુર વિધાનસભા બેઠક પરથી અનીસને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ એક મિનિટના વિલંબને કારણે તેઓ ઉમેદવારી નોંધાવી શક્યા ન હતા. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનીસ અહેમદ કોંગ્રેસ તરફથી ટિકિટના દાવેદાર હતા. જ્યારે તેમને કોંગ્રેસમાંથી ટિકિટ મળી ન હતી ત્યારે અનીસ કોઈપણ ભોગે ચૂંટણી લડવા માટે મક્કમ હતા અને એક દિવસ પહેલા જોડાણ છોડીને VBAમાં જોડાયા હતા.
Nagpur, Maharashtra: Former Congress minister Anees Ahmed says, "I honestly arrived here before 3 o'clock. You all took my picture, and my timing is recorded on all of your phones. You know exactly what time I went inside. I had entered before 3 o'clock, but I wasn't allowed to… pic.twitter.com/UkG3wUTrJs
— IANS (@ians_india) October 30, 2024
કોંગ્રેસ છોડી અને VBAથી ટિકિટ તો મળી પણ….
આ તરફ VBAએ અનીસને ટિકિટ પણ આપી. તેઓ મહારાષ્ટ્ર ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29મી ઓક્ટોબરે નોમિનેશન માટે પણ પહોંચ્યા હતા. અનીસે દરેક ઔપચારિકતા અને પ્રક્રિયા પૂર્ણ કરી પરંતુ તે ઉમેદવારી પત્રો ભરવા માટે રિટર્નિંગ ઓફિસર પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં 3:15 વાગી ચૂક્યા હતા. નોમિનેશન માટે નિર્ધારિત સમય માત્ર 3 વાગ્યા સુધીનો હતો. આ એક મિનિટના વિલંબને ટાંકીને ચૂંટણી અધિકારીએ નોમિનેશન હોલનો દરવાજો બંધ કરી દીધો હતો.
આ તરફ અનીસ અહેમદ ઉમેદવારી પત્ર ભરવાથી વંચિત રહ્યા અને આ વખતે ચૂંટણી જંગમાં ઉતરવાનું અને મહારાષ્ટ્ર વિધાનસભાના દરવાજા ખટખટાવવાનું તેમનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. અનીસે આ સમગ્ર એપિસોડ માટે પ્રશાસનને ભીંસમાં મૂક્યું છે. અનીસ અહેમદે આરોપ લગાવ્યો કે, તે ત્રણ વાગ્યા પહેલા અંદર ગયા હતા.
અનીસ અહેમદે દાવો કર્યો હતો કે, મારો માણસ અંદર બેઠો હતો. તેને ટોકન નંબર આઠ આપવામાં આવ્યો હતો. જ્યારે મારો માણસ અંદર બેઠો હતો, તો પછી મને કેમ જવા દેવામાં ન આવ્યો? તેમણે એમ પણ કહ્યું કે, એક વખત આ દરવાજામાંથી અંદર પ્રવેશ્યા પછી તે પછી બીજો કોઈ દરવાજો ન હોવો જોઈએ. અનીસે કહ્યું કે, 3 વાગ્યા પહેલા તે મેઈન ગેટ, સેમી ગેટ અને તમામ દરવાજા ઓળંગીને અંદર પહોંચી ગયા હતા પણ અધિકારીઓએ મને જવા દીધો ન હતો.