જામનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જામસાહેબ શત્રુશલ્યસિંહની તબિયત લથડી છે. જેને લઈ હવે ડૉક્ટરે જામસાહેબને આરામ કરવા સલાહ આપી છે. આ તરફ હવે ડૉક્ટરની સલાહને લઈ જામસાહેબે શુભેચ્છકોને સૂચના આપી છે. જામસાહેબે કહ્યું કે, મુલાકાતી અને ફોન કોલ્સથી વિરામ રાખું છું. જ્યારે સાજો થઈશ ત્યારે ફરી મળીશું. આ સાથે તેમણે કહ્યું કે, અત્યારે ન મળી શકવા માટે ક્ષમા માંગુ છું.
જામનગરમાં જામ સાહેબની તબિયત નાદુરસ્ત
જામસાહેબ શત્રુશલ્યસિંહની અચાનક તબિયત લથડતા હવે ડોક્ટરે તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ડૉક્ટરની સલાહ મુજબ હવે જામસાહેબ શત્રુશલ્યસિંહના મુલાકાતીઓ અને ફોનકોલ્સથી વિરામ રાખવામાં આવી રહ્યો છે. જામસાહેબ બાપુએ કહ્યું કે, ક્ષમાં ચાહું છું મિત્રો પરંતુ હું કોશિષ કરીશ જ્યારે સાજો થઇ જઈશ, ત્યારે ફરી મળતા રહેશું.
દશેરાએ જાહેર થયા છે જામ સાહેબના વારસદાર
વાસ્તવમાં તાજેતરમાં જામસાહેબ શત્રુશલ્યસિંહે દશેરાની શુભેચ્છા સાથે નવા સમાચાર આપ્યા હતા. જેમાં રાજ પરિવારે મોટો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જામસાહેબ શત્રુશલ્યસિંહે જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાની જાહેરાત કરી છે. નોંધનિય છે કે, અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ખેલાડી રહી ચૂક્યા છે. દશેરાની શુભેચ્છા પાઠવી પત્રથી વારસદારની જાહેરાત કરવામાં આવી હતી. જેથી હવે રાજવી પરિવારનો વારસો અજય જાડેજા સંભાળશે.