પત્ની બનવા માટે વસૂલે છે પગાર
અમેરિકાની એક મહિલાએ તાજેતરમા જ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે તે તેના પતિ પાસેથી એક હાઉસવાઈફની ડ્યૂટી નિભાવવા માટે તેની પાસેથી દર અઠવાડિયે 100 ડૉલર એટલે કે લગભગ 8500 રૂપિયા લે છે.
ઘરની સાફ-સફાઇ માટે લે છે પગાર
28 વર્ષીય આ મહિલાનું માનવું છે કે હોમ મેકરની જોબ એ સૌથી સારી જોબ છે. આ મહિલા તેના પતિ માટે રસોઈ કરવા,લૉન્ડ્રી કરવા, ઘરની સાફ-સફાઇ કરવા પતિ પાસેથી પગાર લે છે અને અને તેના પતિને પણ આની સામે કોઈ વાંધો નથી.
એલિસાના યુટ્યુબ પર છે 1,82,000થી વધારે સબસ્ક્રાઇબર
એલિસા તેની યુટ્યુબ ચેનલ પર અન્ય મહિલાઓને પણ પોતાની જીવનશૈલી અપનાવવા અને ઘર કામ માટે જરૂરી પગાર લેવા પ્રોત્સાહિત કરે છે. તેના 1,82,000થી વધારે સબસ્ક્રાઇબર છે. તે કહે છે કે મને મારા પતિ દ્વારા તેનું ઘર સાંભળવા માટે પગાર મળે છે અને આ મારી અત્યાર સુધીની સૌથી સારી નોકરી છે. મને આનાથી ઘણા ફાયદા પણ થયા છે. આ પ્રોત્સાહન બદલ બનેં પતિ-પત્નીને ખૂબ ટીકાઓ પણ સાંભળવી પડી છે પણ છતાં તે બંને પોતાના આ નિર્ણયથી ખુશ છે .
સેનામા સાથે કામ કરતાં થયો પ્રેમ
એલિસાની ઓળખાણ તેના પતિ ટોમ સાથે જ્યારે બંને સેનામા અભ્યાસ અને કામ કરી રહ્યા હતા ત્યારે થઈ હતી. તે વખતથી જ બંને એ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. એલિસા જણાવે છે કે, “મે ક્યારેય નહોતું વિચાર્યું કે હું મારા કરિયર અને મહત્ત્વાકાંક્ષાઓને પાછળ મૂકીને એક હાઉસવાઈફ તરીકેનું જીવન અપનાવીશ.
કેમ લે છે તે 100 ડોલર પગાર?
એલિસા જણાવે છે કે હું ભૌતિકશાસ્ત્રમા મારી કરિયર બનાવવા માંગતી હતી. મારી ટોમ સાથે સગાઈ થયા બાદ મને લાગ્યું કે ટોમ એક સામાન્ય જીવનશૈલી જીવવા માંગે છે અને તે ઘર અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આજે બનેં જણા અઢી વર્ષથી સાથે છે અને એલિસા માં બનવાની છે. ઘર અને બાળક માટે એલિસાએ નોકરી છોડીને ઘર સાંભળવાનું નક્કી કર્યું અને આ નિર્ણયથી ખુશ થઈને ટોમે તેને દર અઠવાડિયે 100 ડૉલર પગાર પેટે આપવાનું નક્કી કર્યું.
પતિ-પત્ની પર થઈ આકરી ટીકાઓ
એલિસાની ઘરકામ માટે પગાર લેવાની વાત સાંભળીને ઘણી મહિલાઓએ તેને ‘ગોલ્ડ ડિગર’ કહી તો સાથે તેને આળસુ પણ કહી. અમુક મહિલાઓએ એવી ટીકા પણ કરી કે તે વધુ સારી નોકરી કરીને વધારે કમાઈ શકે છે પણ તે આળસુ બનીને ઘરે પડી રહીને પતિના પૈસે મોજ કરવા માંગે છે. જેના પર પ્રતિક્રિયા આપતા તેના પતિએ કહ્યું કે જે અઠવાડિયે માત્ર 100 ડૉલર લેતી હોય તે ‘ ગોલ્ડ ડિગર’ કેવી રીતે હોઇ શકે.
આધુનિક પેઢી પોતાના રિલેશનથી છે નાખુશ
એલિસાનું માનવું છે કે મોટા ભાગે અત્યારની આધુનિક પેઢી કે 30 વર્ષથી ઓછી ઉંમરના લોકો પોતાના રિલેશનથી ખુશ નથી. પુરુષો મહિલાઓ જેવુ વર્તન કરે છે અને મહિલાઓ પુરુષો જેવુ અને આથી જ તે બંને જ્યારે સાથે આવે છે ત્યારે તેમની વચ્ચે અસંતુલન બની રહેવા પામે છે.