ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટેનું 2 દિવસીય મેગા ઓક્શન ઇવેન્ટ ગઇકાલથી સાઉદી અરેબિયામાં યોજાઇ રહી છે, ત્યારે પહેલા દિવસે એટલે કે 24 નવેમ્બરે તમામ 10 ટીમોએ કુલ 467.95 કરોડ રૂપિયા ખર્ચ કરીને કુલ 72 પ્લેયર્સ ખરીદ્યા છે, ત્યારે આજે બીજા અને છેલ્લા દિવસે પણ ઓક્શન ચાલુ રહેશે. આજે, બીજા દિવસે કુલ 132 પ્લેયર્સનું ઓક્શન થશે જેણે ખરીદવા માટે તમામ 10 ટીમો પાસે કુલ 173.55 કરોડ રૂપિયા છે. જેમાં મોટા પ્લેયર્સની બોલી બોલાશે. ગઇકાલે પહેલા દિવસે 3 પ્લેયર્સ પર એટલા રૂપિયા વરસ્યા કે IPLના તમામ રેકોર્ડ તૂટી ગયા. આ 3 પ્લેયર્સ જેમણે રેકોર્ડ તોડયા તેમ વિકેટ કીપર રિષભ પંત, મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર છે. પંતને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ 27 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો તેની સાથે જ રિષભ પંત IPLના ઇતિહાસમાં સૌથી મોંઘો પ્લેયર બની ગયો છે. આ સાથે જ ગઇકાલના ઓક્શનમાં પંજાબે સૌથી વધુ પ્લેયર્સ 10 અને સૌથી ઓછા 4 પ્લેયર પર મુંબઈએ લગાવી બોલી. ત્યારે જાણો કયા રહ્યા આ ઓક્શનના સૌથી મોંઘા પ્લેયર્સ.
IPL 2025ના મેગા ઓક્શનના પહેલા દિવસે આ પ્લેયર્સ રહ્યા સૌથી મોંઘા
રિષભ પંત (બેસ પ્રાઈસ 2 કારોડ) વેચાણ પ્રાઈસ 27 કરોડ લખનૌ ટીમ
શ્રેયસ ઐય્યર ( બેસ પ્રાઈસ 2 કરોડ) વેચાણ પ્રાઈસ 26.75 કરોડ પંજાબ ટીમ
વેંકટેશ ઐય્યર ( બેસ પ્રાઈસ 2 કરોડ) વેચાણ પ્રાઈસ 23.75 કરોડ કલકત્તા ટીમ
અર્શદીપ સિંહ (બેસ પ્રાઈસ 2 કરોડ) વેચાણ પ્રાઈસ 18 કરોડ પંજાબ ટીમ
યુઝવેન્દ્ર ચહલ ( બેસ પ્રાઈસ 2 કરોડ) વેચાણ પ્રાઈસ 18 કરોડ પંજાબ ટીમ
શ્રેયસ પંજાબ અને વેંકટેશ કલકત્તાની ટીમમાં
પંત ઉપરાંત શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સ (PBKS)એ 26.75 કરોડની બોલી લગાવીને ખરીદ્યો તેની સાથે જ ઐય્યર હવે આઇપીએલના ઇતિહાસમાં બીજા નંબરનો સૌથી મોંઘો પ્લેયર બની ગયો છે, ત્રીજા નંબર પર છે વેકટેશ ઐય્યર જેણે કિંગ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઇડર્સે (KKR)એ 23.75 કરોડમાં ખરીદ્યો હતો. ગયા અવર્ષે પણ વેંકટેશ KKR માટે જ રમી રહ્યો હતો પણ KKRએ આઆ વખતે વેંકટેશને ખરીદવા માટે બધી તાકાત લગાવવી પડી હતી.
અત્યાર સુધીના ઓક્શનના સૌથી મોંઘા પ્લેયર્સ
રિષભ પંત – 27 કરોડ રૂપિયા (LSG 2025)
શ્રેયસ ઐય્યર – 26.75 કરોડ રૂપિયા (PBKS 2025)
મિચેલ સ્ટાર્ક – 24.75 કરોડ રૂપિયા (KKR 2024
વેંકટેશ ઐય્યર – 23.75 કરોડ રૂપિયા (KKR 2025)
પૈટ કમિન્સ – 20.50 કરોડ રૂપિયા (SRH 2024)
સેમ કરન- 18.50 કરોડ રૂપિયા (PBKS 2023)
પહેલા દિવસે કઈ ટીમે કેટલા પ્લેયર ખરીદ્યા
દિલ્હી – 9
ચેન્નાઈ – 7
પંજાબ – 10
બેંગલુરુ – 6
કોલકત્તા- 7
રાજસ્થાન – 5
મુંબઈ – 4
ગુજરાત – 9
હૈદરાબાદ – 8
લખનૌ – 7
કઈ ટીમ પાસે કેટલું બજેટ બાકી ?
રોયલ ચેલેન્જર્સ બેંગલોર – 30.65 કરોડ રૂપિયા
મુંબઈ ઈન્ડિયન્સ- 26.10 કરોડ રૂપિયા
પંજાબ કિંગ્સ – 22.50 કરોડ રૂપિયા
ગુજરાત ટાઈટન્સ – 17.50 કરોડ રૂપિયા
રાજસ્થાન રોયલ્સ – 17.35 કરોડ રૂપિયા
ચેન્નાઈ સુપર કિંગ્સ – 15.60 કરોડ રૂપિયા
લખનૌ સુપર જાયન્ટ્સ – 14.85 કરોડ રૂપિયા
દિલ્લી કેપિટલ્સ- 13.80 કરોડ રૂપિયા
કોલકત્તા નાઈટ રાઈડર્સ – 10.05 કરોડ રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદ – 5.15 કરોડ રૂપિયા