IPL 2025નું ઓક્શન ખતમ થઈ ગયું છે. ત્યારે આ મેગા ઓક્શનમાં એક ખેલાડીનું નામ ખૂબ જ ગૂંજ્યું, જયારે તેને ખરીદવા માટે હોડ મચી ગઈ હતી. આ ખેલાડી છે રિષભ પંત. રિષભ પંત આઈપીએલના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની ચુક્યા છે. જેદ્દાહમાં યોજાયેલા મેગા ઓક્શનમાં લખનૌ સુપરજાયન્ટ્સે બાજી મારી લીધી અને આ ટીમે રિષભ પંતને 27 કરોડ રૂપિયાની રેકોર્ડ કિંમતે ખરીદી લીધો. પરંતુ હવે સવાલ એ છે કે શું રિષભ પંતને પૂરા પૈસા મળશે? કે નહીં. જવાબ છે ના. રિષભ પંતની IPL સેલરીમાંથી મોટી રકમ કપાઈ જશે. ચાલો જાણીએ કે રિષભ પંતની IPL સેલરીનું ગણિત શું હશે.
આટલી રકમ કપાશે પંતની આઈપીએલ સેલેરીમાંથી
ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આઈપીએલ 2025માં 27 કરોડ રૂપિયામાં ખરીદાયો છે, લખનૌ સુપરજાયન્ટ્સે આ ખેલાડીને આઈપીએલના ઇતિહાસની સૌથી મોટી સેલરી આપી છે. પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે પંતને આટલા પૈસા મળશે નહીં, તેમને 8.1 કરોડ રૂપિયા ઓછા મળશે. હવે એવો વિચાર આવશે કે આવું કેમ થઈ રહ્યું છે.
🚨 𝗠𝗼𝘀𝘁 𝗘𝘅𝗽𝗲𝗻𝘀𝗶𝘃𝗲 𝗣𝗹𝗮𝘆𝗲𝗿 𝗔𝗹𝗲𝗿𝘁 🚨
𝙇𝙚𝙩 𝙏𝙝𝙚 𝘿𝙧𝙪𝙢𝙧𝙤𝙡𝙡𝙨 𝘽𝙚𝙜𝙞𝙣 🥁 🥁
𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 𝗣𝗮𝗻𝘁 to 𝗟𝘂𝗰𝗸𝗻𝗼𝘄 𝗦𝘂𝗽𝗲𝗿 𝗚𝗶𝗮𝗻𝘁𝘀 for a gigantic 𝗜𝗡𝗥 𝟮𝟳 𝗖𝗿𝗼𝗿𝗲 🔝⚡️ #TATAIPLAuction | #TATAIPL | @RishabhPant17 | @LucknowIPL |… pic.twitter.com/IE8DabNn4V
— IndianPremierLeague (@IPL) November 24, 2024
વાત એમ છે કે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાંથી માત્ર 18.9 કરોડ રૂપિયા જ મળશે. પંતે પોતાના પગારનો મોટો હિસ્સો ટેક્સમાં ચૂકવવો પડશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પંતે અંદાજે 30 ટકા ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે. જો કે માત્ર પંતે જ નહીં, પણ દરેક ભારતીય ખેલાડીએ ટેક્સ આપવો પડશે, દરેકને એટલી રકમ નહીં મળે, જેટલી રકમમાં તેઓ વેચાયા છે.
રિષભ પંત પર ભારે પ્રેશર
રિષભ પંતને 27 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદવામાં આવ્યો છે અને એટલે ક તેના પર પ્રેશર પણ ઘણું વધી ગયું છે. આ ખેલાડી પર લખનૌને IPL જીતાડવાની જવાબદારી હશે, કારણ કે આ ટીમ છેલ્લી ત્રણ સિઝનમાં બે વખત તો પ્લેઓફમાં પહોંચી ચુકી છે. લખનૌ સુપરજાયન્ટ્સ સાથે કામ કરવું પંત માટે થોડું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે આ ટીમનો તેના જૂના કેપ્ટનને પદ પરથી હટાવવાનો જૂનો ઇતિહાસ રહ્યો છે. પહેલા ધોની અને પછી કેએલ રાહુલ તેનું ઉદાહરણ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પંત તમામ પ્રકારના પ્રેશરમાંથી બહાર આવીને દરેક અપેક્ષાઓ પર ખરા ઉતરશે.