ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે 2018-19માં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કરનાર પંજાબના 34 વર્ષીય ફાસ્ટ બોલર કૌલે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી.
કૌલે ‘X’ પર લખ્યું, ‘હવે સમય આવી ગયો છે કે હું ભારતમાં મારી કારકિર્દીનો અંત લાવું અને મારી નિવૃત્તિની જાહેરાત કરું.’ કૌલ 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય હતો. આ ટીમમાં વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા પણ સામેલ હતા. જોકે તેણે વિદેશી લીગમાં રમવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.
સિદ્ધાર્થ કૌલે BCCIનો આભાર માન્યો
તેણે કહ્યું, ‘હું ભગવાનનો મારા માટે બનાવેલા માર્ગ માટે , પ્રશસંકોને તેમના અનંત સમર્થન માટે, મારા માતા-પિતા અને પરિવારજનોને તેમના બલિદાન અને મારી સાથે જોડાયેલા તેમના આત્મવિશ્વાસ માટે આભાર માનું છું.
કૌલે કહ્યું, ‘મારા સાથી ખેલાડીઓને ડ્રેસિંગ રૂમની યાદો અને મિત્રતા માટે ધન્યવાદ, ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને 2008 અંડર-19 વર્લ્ડ કપ જીતવા ધન્યવાદ અને 2018માં મારુ T20 ઇન્ટરનેશનલ અને ODI ડેબ્યૂ કરવાના સપનાને સાકાર કરવા માટે બીસીસીઆઇનો ધન્યવાદ . કૌલે પંજાબ માટે 88 ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને 297 વિકેટ લીધી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે 111 લિસ્ટ A મેચમાં 199 વિકેટ અને 145 T20 મેચોમાં 182 વિકેટ લીધી હતી.
155 વિકેટ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 120 વિકેટ સાથે સૌથી સફળ બોલર છે. તેણે આ મહિનાની શરૂઆતમાં હરિયાણા સામે રણજી ટ્રોફીમાં તેની છેલ્લી સ્પર્ધાત્મક ક્રિકેટ મેચ રમી હતી.