એલન મસ્કનું નામ દુનિયાની હસ્તીઓમાં મોટું નામ છે. લોકો માટે કંઈક નવું જ બનાવવા માટે જાણીતા એવા એલન મસ્કે 4 દિવસમાં 4 મોટી જાહેરાત કરી છે. એલન મસ્કની આ જાહેરાતથી અનેક લોકોને ફાયદો થવાનો છે. ત્યારે શું છે એલન મસ્કની એ 4 મોટી જાહેરાત જોઈએ આ ખાસ રિપોર્ટમાં…
એલન મસ્કની દમદાર જાહેરાત
લોકો માટે લાવ્યા રોબો આર્મી
ડ્રાઈવર લેસ ટેક્સી કરી લોન્ચ
સ્પેસ એક્સના માલિક એલન મસ્ક પોતાના અવનવા કારનામાને લઈને જાણીતા છે. એલન મસ્ક દર વખતે દુનિયાના લોકોથી કઈક અલગ જ કરે છે. ત્યારે આ વખતે પણ એલન મસ્કે દુનિયાના લોકોને ચોંકાવી દીધા છે. 4 જ દિવસમાં એલન મસ્કે 4 એવી મોટી જાહેરાત કરી છે કે જેણે લોકોને વિચારતા કરી દીધા છે.
ટેસ્લાના માલિક એલન મસ્કે ઓપ્ટીમસ રોબોટની એક સેના તૈયાર કરી છે. એલન મસ્કનો દાવો છે કે આ રોબોટ દૈનિક કામમાં લોકોની મદદ કરશે… કરિયાણું લાવવું હોય કે ઘરમાં કચરા-પોતા કરાવવા હોય ગમે તે કામ આ રોબોટ કરશે. એટલું જ નહીં તમારા ઘરના બગીચાની સફાઈ પણ આ રોબોટ કરી આપશે. જુઓ કેવા કેવા કામ કરશે આ ઓપ્ટીમસ રોબોટ
હવે આ ઓપ્ટીમસ રોબોટની ખાસિયતો પર એક નજર કરી લઈએ….
ઓપ્ટીમસ રોબોટ માણસની જેમ જ કામ કરશે
ઘરના તમામ કામ કરી આપશે આ રોબોટ
તમારી સાથે બેસીને તમારી સાથે વાતો પણ કરશે
ઘરમાં ખાવાનું બનાવવાની સાથે પીરસી પણ આપશે
તમારા બાળકો સાથે રમવા પણ જશે રોબોટ
તમારા ડોગને બહાર ફરવા પણ લઈ જશે
બારમાં લોકોને જમવાનું અને દારૂ પણ પીરસી આપશે
ટુંકમાં વાત કરીએ તો એલન મસ્કનો આ રોબોટ માણસની જેમ તમામ કામ કરશે. એલન મસ્કે આ રોબોટની કિંમતનો પણ ખુલાસો કર્યો છે. શરૂઆતના દિવસોમાં રોબોટની કિંમત 20 હજારથી 30 હજાર ડોલર હશે. એટલે કે જો કોઈ ભારતીય વ્યક્તિએ આ રોબોટ ખરીદવો હોય તો 18થી 25 લાખ સુધી રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે…
એલન મસ્કની રોબો કેબ
એલન મસ્કની રોબો કેબની હાલ ખૂહ ચર્ચા થઈ રહી છે. ડ્રાઈવર વગર ચાલતી આ કાર લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ઈલેક્ટ્રીક વ્હીકલ બનાવનારી ટેસ્લાએ પોતાની પહેલી રોબો ટેક્સી સાયબર કેબ લોન્ચ કરી દીધી છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલી ઈવેન્ટ વી રોબોટમાં કંપનીના સીઈઓ એલન મસ્કે રોબો કેબ લોન્ચ કરી. એલન મસ્કની રોબો કૈબની ખાસિયતની વાત કરીએ તો
AI ફિચરથી લેસ છે રોબો કેબ
રોબો કેસમાં ડ્રાઈવરની જરૂર નહીં પડે
રોબો કેબ કારમાં સ્ટીયરિંગ જ નથી
રોબો કેબમાં 2 લોકોની બેસવાની ક્ષમતા છે
GPSમાં લોકેશનના આધારે દોડશે કાર
એટલે એવું કહી શકાય કે જો તમારી પાસે આ કાર હશે તો તમારે કોઈ ડ્રાઈવરની જરૂર નહીં પડે. તમે કારની સૂઈ જશો તો પણ આ કાર તમને તમારા ઓફીસ કે ઘર સુધી સુરક્ષિત લઈ જશે.
એલન મસ્કની રોબો વાન
એલન મસ્કે રોબો કારની સાથે સાથે રોબો વાન પણ લોન્ચ કર્યું છે. ટ્રાન્સપોર્ટને સરળ કરવાના ઉદેશ્ય સાથે બનાવેલી આ રોબો વાન દેખાવવામાં પણ ખૂબ આકર્ષક છે.
રોબો વાન અને રોબો કેબ આમ તો એક સરખા જ છે. રોબો કેબ 2 વ્યક્તિ માટે છે. જ્યારે રોબો વાનમાં 20 વ્યક્તિ બેસી શકે છે. રોબો વાનની ખાસિયતની વાત કરીએ તો…
રોબો વાન ફુલ્લી સેલ્ફ ડ્રાઈવ કાર છે
આ રોબો વાન ઈલેક્ટ્રીક કાર છે
રોબો વાનમાં વાયરલેસ ચાર્જિંગ છે
એટલે કે રોબો વાનને ચાર્જ કરવા પ્લગની જરૂર નથી
વાનમાં ન તો સ્ટીયરિંગ છે, ન તો કોઈ પેડલ
16 રૂપિયાના ચાર્જિંગમાં દોઢ કિલોમીટર ચાલશે.
એલન મસ્કની રોબો વાનથી ટ્રાન્સપોર્ટમાં ઘણો જ ફાયદો થશે. આ વાનમાં લોકોની સાથે સાથે સામાનની પણ હેરફેર કરી શકાશે.
એલન મસ્કની અનોખી સ્ટાર શિપ
સ્પેસ એક્સ કંપનીના માલિક એલન મસ્કે પોતાની અનોખી સ્ટારશિપની પણ જાહેરાત કરી છે. સામાન્ય રીતે કોઈપણ કંપનીના રોકેટ પોતાના સ્થાન પરથી લોન્ચ થયા બાદ આકાશમાં અથવા જમીન પર આવીને નષ્ટ થઈ જાય છે. પરંતુ મસ્કનું આ સ્ટારશિપ લોન્ચ થયા બાદ પરત પોતાના સ્થાન પર આવી જશે.
દુનિયાના સૌથી અમિર વ્યક્તિ એલન મસ્કે અંતરિક્ષ ક્ષેત્રમાં એક વધુ સફળતા પ્રાપ્ત કરીશું. 13 ઓક્ટોબરે સ્પેસ એકસે મેગા સ્ટારશિપ રોકેટ સફળતાપૂર્વક લોંચ કર્યું છે. 400 ફૂટ ઉંચુ આ રોકેટ અત્યાર સુધીનું સૌથી વિશાળ અને શકિતશાળી રોકેટ છે. ત્યારે આટલા મોટા વિશાળ રોકેટને લોન્ચ કર્યા બાદ પરત તેની જગ્યા પર લાવીને એલન મસ્કની કંપનીઓ બહુ મોટી સફળતા હાંસલ કરી છે.