તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) આ દિવસોમાં તેમની ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’ને (Pushpa 2) લઈને ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે અને ત્રીજા સપ્તાહમાં પણ તે અદભૂત રીતે સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1500 કરોડથી વધુની કમાણી કરી છે. આ દરમિયાન અભિનેતા ઘણા વિવાદોમાં પણ ફસાયેલા છે. ફિલ્મની રીલીઝ પહેલા હૈદરાબાદમાં તેનું સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં નાસભાગ મચી ગઈ હતી અને એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ પછી આ મામલાએ રાજકીય વળાંક લીધો. હવે આ મામલો થાળે પડે તે પહેલા જ અભિનેતા પર વધુ એક આરોપ લગાવવામાં આવ્યો. આ વખતે મામલો ફિલ્મના એક સીનનો છે.
મામલો એવો છે કે નાસભાગની ઘટના વચ્ચે અલ્લુ અર્જુન (Allu Arjun) વિરુદ્ધ પોલીસનું અપમાન કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદી બીજું કોઈ નહીં પણ કોંગ્રેસના નેતા તીનમાર મલ્લાના છે. તેમણે અલ્લુ અર્જુન પર ફિલ્મના એક સીનને લઈને પોલીસનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ નવો વિવાદ ફિલ્મના એ સીન વિશે છે, જેમાં અલ્લુ અર્જુન (Allu Arjun) ને ફહાદ ફાસિલની માફી માંગવાનું કહેવામાં આવે છે અને તેઓ પાર્ટીમાં માફી માંગે છે, પરંતુ તેઓ આ વાત પચાવી શકતા નથી અને પછી પાર્ટીમાં પાછા જાય છે. પછી ફહાદ ફાસિલ એટલે કે ભંવર સિંહ શેખાવતની કારને જોરથી ટક્કર મારે છે, જે પછી પૂલમાં પડી જાય છે. જેમાં ‘પુષ્પા રાજ’ સ્વિમિંગ પુલમાં ટોઇલેટ કરતા જોવા મળે છે અને તે જ પૂલમાં પોલીસ ઓફિસર ભંવર હોય છે. હવે આ જ દ્રશ્યને લઈને કોંગ્રેસ MLCએ વિવાદ ઉભો કરો દીધો છે.
કોંગ્રેસ એમએલસીએ કરી કાર્યવાહીની માંગ
કોંગ્રેસ નેતા તીનમાર મલ્લાનાએ ‘પુષ્પા 2’ (Pushpa 2) ના આ સીન પર હોબાળો મચાવ્યો છે. તેમણે આને અપમાનજનક ગણાવ્યું અને અલ્લુ અર્જુન (Allu Arjun) પર આરોપ લગાવ્યો કે આ કાયદા અમલીકરણ અધિકારીઓનું મોટું અપમાન છે. આ માટે તેમણે અભિનેતા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
નાસભાગમાં ગયો મહિલાનો જીવ, બાળક થયો ઘાયલ
ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુન (Allu Arjun) નાસભાગના મામલાને લઈને ચર્ચામાં છે. જ્યાં ‘પુષ્પા 2’ (Pushpa 2) રીલીઝ પહેલા હૈદરાબાદના એક થિયેટરમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને કલાકારો પણ ગયા હતા. દરમિયાન, નાસભાગ મચી ગઈ અને એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો, જેનો દોષ અભિનેતા પર નાખવામાં આવ્યો. તેલંગાણાના સીએમ રેવંતે પણ આ માટે અલ્લુ અર્જુનને જવાબદાર ગણાવ્યો. જેના કારણે તેમણે એક રાત માટે જેલમાં પણ જવું પડ્યું હતું. આ ઘટનાએ હવે રાજકીય વળાંક લીધો છે. આ દરમિયાન મેકર્સે મહિલાના પરિવારને 50 લાખ રૂપિયાની રકમ પણ આપી છે.