દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. આ તરફ હવે ચૂંટણીના બે દિવસ બાદ આજે દિલ્હીના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. વાસ્તવમાં ભાજપ તરફથી ફોન કોલ અને 15 કરોડ રૂપિયાની ઓફરના AAP નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીના LG VK સક્સેનાના આદેશ બાદ ACB ટીમ AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘરો માટે રવાના થઈ ગઈ છે. LG એ કહ્યું છે કે, આ મામલાની સત્યતા બહાર લાવવા માટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
દિલ્હી ભાજપના મહાસચિવ વિષ્ણુ મિત્તલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને વિનંતી કરી છે કે, તેઓ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો અને અન્ય કોઈપણ તપાસ એજન્સીને અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા AAPના 7 વર્તમાન ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની લાંચ આપવાની ઓફર કરવાના આરોપોની FIR નોંધવા અને તપાસ કરવાનો નિર્દેશ આપે.
Delhi LG’s principal secretary writes to the chief secretary to conduct an ACB Inquiry on allegations of bribes offered to MLAs of the Aam Aadmi Party
An inquiry order was issued after BJP’s complaint to Delhi LG saying that "allegations are false and baseless and made with an…
— ANI (@ANI) February 7, 2025
ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું : AAP
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પછી ગુરુવારે, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો કે, AAPના સાત ધારાસભ્યોને ફોન આવ્યા હતા અને તેમને 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. AAP નેતાએ દાવો કર્યો કે, ભાજપે દિલ્હીમાં તેનું ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં અમે નામ અને પુરાવા પણ શેર કરીશું.
#WATCH | Delhi: AAP MP Sanjay Singh says, "Seven MLAs (of AAP) have received phone calls from some BJP elements, who have offered to give them Rs 15 crore to leave the Aam Aadmi Party and join the BJP… We have told the MLAs to record such audio calls and complain about it. If… pic.twitter.com/YbYhfu7rEC
— ANI (@ANI) February 6, 2025
શું કહ્યું સંજય સિંહે ?
સંજય સિંહે કહ્યું કે, “AAPના સાત ધારાસભ્યોને ભાજપ તરફથી ફોન આવ્યા છે, જેમણે તેમને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા માટે 15 કરોડ રૂપિયાની ઓફર કરી છે. અમે ધારાસભ્યોને આવા ઓડિયો કોલ રેકોર્ડ કરવા અને તેની ફરિયાદ કરવા કહ્યું છે. જો કોઈ તેમને મળે તો છુપાયેલા કેમેરાનો ઉપયોગ કરીને તેમનો વીડિયો બનાવો, ભાજપે મતગણતરી પહેલા જ હાર સ્વીકારી લીધી છે અને દેશના બાકીના ભાગોની જેમ દિલ્હીમાં પણ ભાજપે પક્ષો તોડવાની રાજનીતિ શરૂ કરી દીધી છે.?
મુકેશ અહલાવતે નંબર શેર કરી શું કહ્યું ?
આપ નેતા સંજય સિંહ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા મુકેશ અહલાવતે પણ કોલ પર ઓફર કરવામાં આવી રહી હોવાના આરોપો લગાવ્યા હતા.
मैं मर जाऊंगा, कट जाऊंगा लेकिन कभी @ArvindKejriwal जी का साथ नहीं छोडूंगा।
मुझे इस नंबर से फ़ोन आया। उसने बोला कि उनकी सरकार बन रही है, मंत्री बना देंगे और 15 करोड़ भी देंगे। “आप” छोड़ के आ जाओ।
मैं इनको कहना चाहता हूँ कि जो इज़्ज़त केजरीवाल जी ने और “आप” पार्टी ने मुझे दी है,… pic.twitter.com/ZrqIC0R4WD
— Mukesh Ahlawat (@mukeshahlawatap) February 6, 2025
મુકેશ અહલાવતે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “હું મરી જઈશ, હું કપાઈ જઈશ, પણ હું ક્યારેય અરવિંદ કેજરીવાલનો સાથ છોડીશ નહીં. મને આ નંબર પરથી ફોન આવ્યો. તેમણે કહ્યું કે તેમની સરકાર બની રહી છે, તેઓ તમને મંત્રી બનાવશે અને 15 કરોડ પણ આપશે, ‘AAP’ છોડીને અહીં આવી જાઓ. તેમણે આગળ લખ્યું, હું તેમને કહેવા માંગુ છું કે, કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ મને જે માન આપ્યું છે, હું મારા મૃત્યુ સુધી ક્યારેય મારી પાર્ટી છોડીશ નહીં.”