Author: GujjuKing
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 13 02 2025 ગુરુવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ એકમ, નક્ષત્ર મઘા, યોગ અતિંગડ, કરણ કૌલવ, રાશિ સિંહ (મ.ટ.) 2. મેષ (અ.લ.ઈ.) જીવનસાથી સાથેનો સંબંધ મધુર રહેશે અને જૂની ઉઘરાણી મળશે તેમજ આર્થિક ઉપાર્જનની નવી તકો મળશે, કામકાજમાં ઉન્નતિ થશે 3. વૃષભ (બ.વ.ઉ.) દાંપત્ય જીવન સુખમય રહેશે અને પ્રવાસના કામકાજથી ફાયદો થશે તેમજ નવા ધંધા માટે ઉત્તમ તકો મળશે તો સંતાનો પ્રત્યે કાળજી રાખવી 4. મિથુન (ક.છ.ઘ.) ભાઈ…
મહાકુંભમાં શ્રવણ બન્યો દીકરો, મા ને ખભે બેસાડીને કરાવ્યા મહાકુંભના દર્શન, દિલને સ્પર્શી જશે Video…
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભથી દરરોજ અનેક પ્રકારના વીડિયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે તાજેતરમાં જે વીડિયો સામે આવ્યો તે ખરેખર પ્રેરણાદાયક છે. વાસ્તવમાં મહાકુંભનું આયોજન પોતે જ શ્રદ્ધા, ભક્તિ અને શ્રદ્ધાનો એક મોટો ઉત્સવ છે. દર વખતે કરોડો લોકો સંગમ કિનારે પહોંચે છે અને ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવે છે. એવું કહેવાય છે કે, કુંભમાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે. આ શ્રદ્ધાને કારણે દર વર્ષે લાખો ભક્તો અહીં પહોંચે છે. પરંતુ આ વખતે કુંભમાં એવું દૃશ્ય જોવા મળ્યું જે દરેકના હૃદયને સ્પર્શી ગયું. આ ઘટના એવા લોકો માટે પ્રેરણા…
માત્ર અમેરિકા નહીં, ભારત પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઇ એક્શનમાં, ગુજરાતમાં શરૂ ડિપોર્ટેશન…
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મામલે હવે ભારતે પણ અમેરિકાનો માર્ગ અપનાવ્યો છે. ભારતે હવે બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી-શોધીને તેમને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યુ છે.. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી સામે આવી છે. જે અંતર્ગત ગેરકાયદે રહેતા 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 બાંગ્લાદેશી ઝડપાયા હતા. ઝડપાયેલા લોકોમાંથી 15ને હાલ ડિપોર્ટ કરી દેવાયા છે.. આ 15 લોકો દેહવ્યાપાર માટે સગીર છોકરીઓની હેરાફેરી અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવવા જેવા કૃત્યોમાં સંડોવાયેલા હતા. આ તમામ 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરી દેવાયા છે.. જ્યારે બાકીના લોકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશી…
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં શુભમન ગિલ ભારત માટે ‘શુભમેન’ બન્યો છે. અમદાવાદમાં ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર શુભમન ગિલે શાનદાર સદી ફટકારીને સાઉથ આફ્રિકાના હાસિમ અમલાનો રેકોર્ડ તોડ્યો હતો. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય અને ગિલ ન રમે એવું ન બની શકે. ગિલે 102 બોલમાં 112 રન કર્યાં હતા. સૌથી ઝડપી 2500 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી ગિલે વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2500 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી. ગિલે 31 જાન્યુઆરી 2019ના રોજ હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે ન્યુઝીલેન્ડ સામે પોતાની વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ભારત માટે પોતાની 50મી વનડે રમતાં ગિલે આ જાદુઈ આંકડાનો પાર કરી લીધો…
ભારતભરમાં પશ્ચિમાભિમુખ શિવાલય જવલ્લે જ જોવા મળતા હોય છે. મોડાસા શહેરમાં માઝુમ નદી કિનારે કાશી વિશ્વનાથ મહાદેવનુ મંદિર આવેલુ છે. વારાણસી સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન મોડાસાનું 900 વર્ષ કરતા પૌરાણિક કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર અનેક શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. કાશીવિશ્વનાથ મહાદેવનું નામ આવે એટલે સૌને ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલું અતિ પૌરાણિક બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોર્તિલિંગ યાદ આવે. અરવલ્લી જીલ્લાના મોડાસામાં પણ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવેલું છે. મોડાસા શહેરમાં આવેલું પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર અનેક શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. રમણીય એવા માઝુમ નદી કિનારે આવેલુ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થા અને તેની ધરોહર સાચવીને બેઠું છે. મોડાસા શહેરમાં માઝુમ નદી કિનારે…
84 વર્ષ બાદ શુક્રની રાશિમાં એન્ટ્રી થશે અરૂણ ગ્રહની, ઘોડાની જેમ દોડશે આ જાતકોની કિસ્મત, વધશે બેંક બેલેન્સ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ અરુણ ગ્રહ 19 માર્ચના સવારે 9:54 કલાકે રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં મેષ સહિત આ રાશિઓના જીવનમાં આવશે ઘણી બધી ખુશીઓ. જ્યોતિષ શાસ્ત્રમાં યુરેનસ ગ્રહનું વિશેષ મહત્વ છે. યુરેનસ કુંભ રાશિ પર શાસન કરે છે અને તેની ઉચ્ચ રાશિ વૃશ્ચિક માનવામાં આવે છે. અરુણ ગ્રહને યુરેનસ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પોતાની મરજીથી આગળ વધે છે તેવું માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર યુરેનસ લગભગ એક વર્ષ સુધી એક રાશિમાં રહે છે. આવી સ્થિતિમાં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ 84 વર્ષ લાગે છે. આવી સ્થિતિમાં અરુણની રાશિમાં પરિવર્તન ચોક્કસપણે 12 રાશિઓના જીવનને…
માઘ પૂર્ણિમાની સવારથી જ માઘ પૂર્ણિમાની સ્નાન વિધિ ચાલી રહી છે. લાખો ભક્તો સંગમ અને અન્ય નદીઓના કિનારે સ્નાન અને દાન કરવામાં વ્યસ્ત છે. સ્નાન કર્યા પછી, લોકોએ ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા પણ કરવી જોઈએ. આ સાથે, ભગવાન વિષ્ણુની ચાલીસાનો પણ પાઠ કરવો જોઈએ કારણ કે નારાયણને બ્રહ્માંડના રક્ષક કહેવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોના બધા દુ:ખ અને પીડા દૂર થાય છે. તેમજ ધનની કોઈ કમી નથી અને ભગવાનના આશીર્વાદ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં, ચાલો વિષ્ણુ ચાલીસા વાંચીએ… શ્રી વિષ્ણુ ચાલીસા વિષ્ણુ…
વ્યવસાયમાં પ્રગતિ, આ રાશિના જાતકોનો દિવસ રહેશ આનંદદાયક, ધન લાભનો યોગ.. જુઓ રાશિ ભવિષ્ય..
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 12 02 2025 બુધવાર, માસ મહા, પક્ષ સુદ, તિથિ પૂર્ણિમા, નક્ષત્ર આશ્લેષા, યોગ શોભન, કરણ બવ, રાશિ કર્ક (ડ.હ.) સાંજે 7:34 પછી સિંહ (મ.ટ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીનાં સંપર્કમાં લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે તો પરિવારનાં સુખમાં વૃદ્ધિ થશે 3. વૃષભ (બ.વ.ઉ) સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ…
સોડા પીવાના કારણે 3 લોકોના મોત..! નડિયાદમાં લઠ્ઠાકાંડ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો…
નડિયાદના કથિત લઠ્ઠાકાંડમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે.. રિપોર્ટમાં ફેફસા બંધ થયા હોવાથી મોત થયાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આ મામલામાં સોડાની અનેક બોટલો કબ્જે કરી FSLમાં રિપોર્ટ અર્થે મોકલાઇ છે. મૃતક કનું ચૌહાણ સોડાની બોટલ લાવ્યાનુ પ્રત્યક્ષદર્શીનું નિવેદન લેવાયું છે. સોડાની અંદર કેફી દ્રવ્યની મિલાવટ કર્યાની શક્યતાના આધારે તપાસ હાથ ધરાઇ છે. સાઇનાઈટ અને સોડિયમ નાઇટ્રેડ જેવા કેમિકલનો ઉપયોગ થયો છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. મોતનું ચોક્ક્સ કારણ પીએમના કોઝ ઓફ ડેથ અને એફએસએલના રિપોર્ટ બાદ સામે આવી શકે છે. મહત્વનું છે કે આ ઘટનામાં એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે સોડા પીધા બાદ પાંચ જ…
ભારત ઉર્જા સપ્તાહ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેના ઉર્જા ક્ષેત્રમાં ઘણી શક્યતાઓ છે. પીએમએ કહ્યું કે આગામી બે તબક્કા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હીમાં ઇન્ડિયા એનર્જી વીક 2025 ની શરૂઆત કરતી વખતે, પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના દરેક નિષ્ણાત કહી રહ્યા છે કે 21મી સદી ભારતની સદી છે. ભારત ફક્ત પોતાના જ નહીં પરંતુ વિશ્વના વિકાસને પણ આગળ ધપાવી રહ્યું છે. આમાં આપણા ઉર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા છે. ભારતની ઊર્જા મહત્વાકાંક્ષાઓ 5 સ્તંભો પર ઉભી છે. પહેલું- આપણી પાસે સંસાધનો છે, જેનો આપણે ઉપયોગ કરી…