Author: GujjuKing
ચોમાસાના વિદાયની વાતો વચ્ચે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વિગતો મુજબ મુંબઇના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ તરફ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. મહારાષ્ટ્રના ઠાણે, પાલઘર સહિત અનેક વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. આ સાથે હવે ભારે વરસાદની આગાહીને લઇને યેલો એલર્ટ જાહેર કરાયું છે. ગુરુવારે સાંજે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. વાવાઝોડા સાથે ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સૌથી મોટી સમસ્યા થાણે અને પાલઘરના વિસ્તારોમાં થઈ છે. અચાનક પડેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. મુંબઈમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. #WATCH | Maharashtra: Waterlogging…
આજે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત થઈ છે. વાસ્તવમાં ઉત્તમ વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે ખુલ્યું. એશિયન બજારોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ BSE સેન્સેક્સ 123 પોઈન્ટ ઘટીને 81,471 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 13 પોઈન્ટ ઘટીને 24985 પોઈન્ટ પર છે. આ શેરોમાં જોવા મળશે હલચલ આજે જે શેરોમાં હલચલ જોવા મળી શકે છે તેમાં Mazagon Dock, JSW સ્ટીલ, IREDA અને Just Doyleનો સમાવેશ થાય છે. હાલમાં જ શેરબજારમાં લિસ્ટ થયેલા આર્કેડ ડેવલપર્સના શેર પર પણ નજર રાખવામાં આવશે. બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 6.5 કરોડથી વધીને રૂ. 30 કરોડ થયો…
પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં બંદૂકધારીઓએ 20 ખાણિયાઓની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ દરમિયાન સાત અન્ય ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં તાજેતરના સમયમાં આ સૌથી ઘાતક હુમલો છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે આગામી થોડા દિવસોમાં રાજધાનીમાં એક મોટી સુરક્ષા સમિટ યોજાવા જઈ રહી છે. પોલીસ અધિકારી હમાયુ ખાન નાસિરે જણાવ્યું કે બંદૂકધારીઓએ ગુરુવારે મોડી રાત્રે દુકી જિલ્લામાં કોલસાની ખાણ પાસે રહેતા લોકોના ઘરોને ઘેરી લીધા અને પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. મોટાભાગના લોકો બલૂચિસ્તાનના પશ્તુન-ભાષી વિસ્તારના હતા. મૃતકોમાંથી ત્રણ અને…
જામનગરના યુવાનને ભારે પડ્યા પ્રેમ લગ્ન ! પ્રેમિકાના બે ભાઈઓએ યુવાન અને તેના બે ભાઈઓ પર કર્યો હુમલો…
જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા એક યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. પ્રેમિકાના બે ભાઈઓએ ઉસ્કેરાઇ જઇ પ્રેમી યુવાન તથા તેના બે ભાઈઓ પર ધારદાર હથીયાર વડે હુમલો કરી દઇ હાથ પગમાં ફ્રેકચર સહિતની ઈજા થઈ છે, તેમજ માથા કૂટ્યા છે, અને ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં રહેતા ડાયાભાઈ આલાભાઇ ગુજરીયા નામના 24 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના બે ભાઈઓ રણછોડભાઈ તેમજ ગોવિંદભાઈ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે પોતાની પ્રેમિકાના ભાઈઓ દરેડમાં રહેતા આલાભાઇ જેઠાભાઇ હાજાણી તેમજ મેઘરાજ…
આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા વચ્ચે ઘરેલું સોની બજારમાં સોનાના ભાવમાં સતત બે-ત્રણ દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ફેસ્ટિવ સીઝન વચ્ચે સોનાના ભાવ રેકોર્ડ હાઈથી નીચે આવી ગયાં છે. ત્યાં સુધી કે દિલ્હી સોની બજારમાં સોનું છેલ્લા ત્રણ દિવસમાં 1100 રૂપિયા સસ્તું થઈ ગયું છે. વાયદા બજારમાં ગુરૂવાર (10 ઓક્ટોબર) ના તેજી તો છે, પરંતુ અહીં સોનું 76000 રૂપિયા નીચે આવી ગયું છે. તો ચાંદી 90000 રૂપિયા નીચે ટ્રેડ કરી રહી છે. સોનું કેમ થયું સસ્તું? આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની મજબૂતીથી સતત છ દિવસથી સોનું નરમ બન્યું છે. કોમેક્સ પર સ્પોટ સોનું 0.5% ઘટીને $2607 થયું હતું. તે જ સમયે, યુએસ ગોલ્ડ ફ્યુચર્સ…
દૂનિયામાંથી દરરોજ એવી એવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. કેટલીક ઘટનાઓ એવી ચોંકવનારી હોય છે કે સૌ કોઈના હોંશ ઉડાવી દે છે. હાલમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. જ્યાં 20 વર્ષની જોડિયા બહેનો એપ્રિલ અને એમેલિયા મેડિસન પોતાના અનોખા નિર્ણયને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ બહેનો માત્ર એક જ બોયફ્રેન્ડ રાખવા માંગે છે અને તેની સાથે રહેવા માંગે છે. એપ્રિલ અને એમેલિયાનો સંબંધ ખૂબ જ ખાસ બાળપણથી જ એપ્રિલ અને એમેલિયાનો સંબંધ ખૂબ જ ખાસ રહ્યો છે. હવે મોટા થયા…
ભારતીય ટીમ T20 શ્રેણીની પ્રથમ મેચ જીતીને 1-0થી આગળ છે. આજે શ્રેણીની બીજી મેચ દિલ્હીમાં રમાશે. જેના માટે બંને ટીમો તૈયાર છે. પ્રથમ T20 મેચમાં બે યુવા ખેલાડીઓ મયંક યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીએ ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં મયંકે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 3 વિકેટ પણ લીધી હતી. હવે યુવા ફાસ્ટ બોલર બીજી ટી20 મેચમાં ડેબ્યૂ કરી શકે છે. હર્ષિત રાણા ડેબ્યૂ કરી શકે છે. યુવા ઝડપી બોલર હર્ષિત રાણાને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે. IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી બોલિંગ કરતી વખતે…
ઘરની નાની-નાની વસ્તુઓ પણ આપણા જીવન પર અસર કરે છે કારણ કે આ વસ્તુઓ ઊર્જા સાથે સંબંધિત છે. કેટલાક ઉપાયો તમને સકારાત્મક ઉર્જા સાથે જોડે છે, જ્યારે કેટલાક તમારા પર નકારાત્મક અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિ ધનના આગમન પહેલા પણ કેટલાક સંકેતો જોઈ શકે છે. જો તમને ઘરમાં આ સંકેતો સતત દેખાઈ રહ્યા હોય તો તમને કોઈને કોઈ રીતે આર્થિક લાભ થઈ શકે છે. 1. કાળી કીડી વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં કાળી કીડીઓ દેખાય તો તે એક શુભ સંકેત છે. જો ઘરમાં અચાનક બહુ બધી કીડીઓ જોવા મળે તો તેનો અર્થ એ છે કે આર્થિક લાભ થઈ શકે…
વેસ્ટર્ન આઉટફીટમાં તૃપ્તિ ડિમરીએ પાડી દીધો વટ, ફોટોશૂટમાં કિલર અદાઓ જોઇ ચાહકો…જુઓ Photos
બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. 1. ચાહકોને મોહિત કર્યા બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની મનમોહક અદાઓએ તેના ચાહકોને મોહિત કર્યા છે, અને તેણીની તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. 2. રાજકુમાર રાવ સાથે જોવા મળશે તૃપ્તિ તેની આગામી ફિલ્મ “વિકી વિદ્યા કા વો વાલા વીડિયો” માટે પણ હેડલાઇન્સમાં છે, જેમાં તે રાજકુમાર રાવ…
29 વર્ષની છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથે ખુશીથી સગાઈ કરી લીધી. પરંતુ આ પછી તેણે એવું પગલું ભર્યું જેનાથી માત્ર બોયફ્રેન્ડ જ નહીં પરંતુ યુવતીના સંબંધીઓ અને મિત્રો પણ ચોંકી ગયા. છોકરીએ તેના ભાવિ વરને છોડીને 36 વર્ષની સ્ત્રી સાથે લગ્ન કર્યા. 1. મંગેતરને છોડીને તેની ‘મેડ ઓફ ઓનર’ સાથે લગ્ન કલ્પના કરો કે તમે કોઈના લગ્નમાં પહોંચ્યા છો. પરંતુ જો કન્યા છેલ્લી ક્ષણે તેના મંગેતરને છોડીને તેની ‘મેડ ઓફ ઓનર’ સાથે લગ્ન કરે તો તમે શું કહેશો? દેખીતી રીતે તમે ચોકી જશો. કારણ કે દુલ્હનના લગ્ન કોઈ ગેર મર્દ વ્યક્તિ સાથે નહીં પરંતુ યુવતી સાથે થયા હતા. 2. બધાને ચોંકાવી…