Author: GujjuKing
પડોશી દેશમાં તોફાન, ફૂંકાઈ રહ્યો છે 200 સ્પીડે પવન, 6 દિવસ આ રાજ્યોમાં વરસાદ અને ધુમ્મસની શક્યતા..
હવામાન પરિવર્તનની અસરને કારણે ઠંડી ઓછી થવા લાગી છે. આ વખતે જે ઠંડી પહેલા અનુભવાતી હતી તે ઋતુમાં અનુભવાઈ ન હતી. આ વખતે દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ ગરમીનો અનુભવ થયો હતો. આ વખતે ન તો ધુમ્મસ હતું કે ન તો વરસાદ. ફેબ્રુઆરી મહિનામાં પણ સવારે અને સાંજે સૂકી ઠંડી હોય છે, પરંતુ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ ગરમીનો અનુભવ કરાવે છે. છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હી-NCRમાં સવાર અને સાંજ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. https://twitter.com/Indiametdept/status/1888515672465932786?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1888515672465932786%7Ctwgr%5E2c7c0921f0eb0bd038872642596d669cb71a87ac%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fweather-update-imd-forecast-cyclonic-storm-gusty-winds-200kmph-heavy-rainfall-alert-delhi-ncr-cold-wave ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, 15 ફેબ્રુઆરી સુધી હવામાન આવું જ રહેશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ધુમ્મસ છવાઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને…
કચ્છમાં ફરીએકવાર ધરા ધ્રુજી છે. રાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.. ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 7 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું છે. જો કે ઓછી તીવ્રતાવાળા આંચકાને કારણે કોઇ નુકસાન થવા પામ્યું ન હતું, પરંતુ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપ એક એવી ખતરનાક પરિસ્થિતિમાં અમુક કામ કરવાથી મુશ્કેલી વધી શકે છે. તો ચાલો જાણીએ કે ભૂકંપ દરમિયાન શું ન કરવું જોઈએ? શું ન કરવું જોઈએ? ભૂકંપ દરમિયાન સામાન્ય રીતે ઘરેથી બહાર નીકળીને કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે એક ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો ક્યારેય…
દર્શન કરો ખારાની ખોડિયાર માતાજીના, ખડેશ્રી બાપુએ 12 વર્ષ ખડેપગે તપસ્યા કરી જગ્યાને કરી છે જાગૃત..
ગીરમાં કોડીનારના જંત્રાખડી ગામની સીમમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલુ છે. કોડીનારથી 12 થી 14 કિલોમીટર દૂર આવેલુ ખોડિયાર માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે. અહીં રણ જેવો વિસ્તાર છે જેને અહીંના લોકો ખારા તરીકે ઓળખે છે. મંદિર બે માળનું છે અને નીચેનું ગર્ભગૃહ અતિ પ્રાચીન હોવાની લોકવાયકા છે. આજથી 30 વર્ષ પહેલા અહીં ખડેશ્રી બાપુએ આ જગ્યાને જાગૃત કરી છે. ગૌતમપુરી બાપુએ સતત ૧૨ વર્ષ સુધી ખડે પગે તપશ્ચર્યા કરી હતી ત્યારથી આ બાપુ ખડેશ્રી બાપુ તરીકે પ્રચલિત થયા છે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ખોડિયાર મા નો ઇતિહાસ જોઈએ તો હાલના ભાવનગરના શિહોર નજીક રોહિશાળા નેસ આવેલો જે આજે ગામ બની ગયું…
લગ્ન એક પવિત્ર બંધન છે. એમાં પણ આજની જનરેશનમાં પ્રેમ લગ્નનો રિવાજ વધ્યો છે ત્યારે આગામી સમયમાં ગ્રહ અને નક્ષત્રની સ્થિતિમાં બદલાવ આવશે જે ખાસ પ્રેમ લગ્નના યોગ બનાવે છે. તો ચાલો જાણીએ કે કયા યોગના લીધે કઈ રાશિઓના જાતકોને બનશે લગ્નના યોગ. વૈદિક પંચાંગ મુજબ જાણો એ 3 રાશિઓ વિશે જેમના લોકોના આ વર્ષે પ્રેમ લગ્ન થવાની સંભાવના ખૂબ જ છે. વર્ષ 2025 માં કઈ રાશિઓના થશે પ્રેમ લગ્ન? પંચાંગ મુજબ, ધન, કન્યા અને સિંહ રાશિના લોકો વર્ષ 2025 માં પ્રેમ લગ્ન કરી શકે છે. આ લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરી શકે છે. જે લોકો…
તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારુ સપ્તાહ તે જાણો, અને સાથે સમસ્યા નિવારણના ઉપાય પણ જાણો 1. સાપ્તાહિક રાશિ ભવિષ્ય વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને તારાઓની હિલચાલ તમામ 12 રાશિઓને અસર કરે છે. ગ્રહોની ચાલને કારણે કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે જ્યારે કેટલીક રાશિઓને અશુભ ફળ મળે છે. સાપ્તાહિક કુંડળીની ગણતરી ગ્રહોની ગતિના આધારે કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, જ્યારે અન્ય લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. 2. મેષ લોકો માટે આ અઠવાડિયું શુભ અને સૌભાગ્ય લાવશે. આ અઠવાડિયે, તમે કોઈપણ કાર્યમાં જેટલી…
વૈદિક પંચાંગ અનુસાર વર્ષ 2025 ની મહા મહિનાની પૂર્ણિમા 12 ફેબ્રુઆરીએ આવશે. હિન્દુ ધર્મમાં માઘ મહિનાની પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ તિથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની આરાધના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ તિથીના દિવસે બુધવાર છે જેનો સ્વામી બુધદેવ છે, જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે સાથે જ આ દિવસે સૌભાગ્ય ને શોભન એમ બે વિશેષ શુભ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. માઘ પૂર્ણિમા ના શુભ યોગની રાશિઓ પર અસર જ્યોતિષના જણાવ્યા મુજબ માઘ પૂર્ણિમા પર બની રહેલા આ દુર્લભ સંયોગની અસર આમતો દરેક રાશિ પર પડશે પરંતુ 3 રાશિઓના જાતકો પર ભગવાન…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 10 02 2025 સોમવાર, માસ-મહા, પક્ષ-સુદ, તિથિ-તેરસ, નક્ષત્ર-પુનર્વસુ, યોગ-પ્રીતિ સવારે 10:25 પછી આયુષ્યમાન, કરણ-તૈતિલ, રાશિ-મિથુન (ક.છ.ઘ.) સવારે 11:55 પછી કર્ક (ડ.હ.) 2. મેષ (અ.લ.ઈ.) પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે, ઘર જમીન અને વાહનના યોગ બને છે,સૌનો સહયોગ મળશે,ઘરેલુ કામમાં વિઘ્ન સંતોષીઓ નુકસાન કરશે 3. વૃષભ (બ.વ.ઉ.) આવકનું પ્રમાણ વધી શકે છે, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે,કોઈ શુભ સમાચાર મળશે, પરીક્ષા અથવા હરીફાઈ વાળા કામમાં સફળતા મળશે 4.…
દિલ્હી ચૂંટણીમાં કેજરીવાલના પરાજય બાદ ઉપરાજ્યપાલ ઓફિસ દ્વારા એક મોટું એક્શ લેવાયું હતું. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સચિવાલય સિલ કરી દેવાનો આદેશ અપાયો હતો તથા અધિકારીઓને તાબડતોબ ત્યાં પહોંચવાનો આદેશ અપાયો હતો. દિલ્હી સરકારના સામાન્ય વહિવટીય વિભાગ દ્વારા જારી આદેશમાં આવું કહેવામાં આવ્યું હતું. https://twitter.com/ArvindKejriwal/status/1888148931043102966?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1888148931043102966%7Ctwgr%5Ef719d8ce20285f0f6e44b1c849f297e592151c8c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fno-files-to-be-moved-out-of-secretariat-without-permission-delhi-government સરકારી રેકોર્ડ્સને સુરક્ષિત રાખવા સચિવાલય સિલ નોટીસમાં એવું કહેવામાં આવ્યું કે સુરક્ષાને કારણે તથા સરકારી રેકોર્ડ્સને સુરક્ષિત રાખવા માટે આવો નિર્ણય કર્યો હતો. સાથે તમામ અધિકારીઓને તાબડતોબ સચિવાલય પહોંચીને સરકારી રેકોર્ડ્સ, કમ્પ્યુટર સહિતના બીજા ઉપકરણોને પોતાના કબજામાં લઈ લેવાનું જણાવાયું હતું. https://twitter.com/erbmjha/status/1888092808118157338?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1888092808118157338%7Ctwgr%5Ef719d8ce20285f0f6e44b1c849f297e592151c8c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fno-files-to-be-moved-out-of-secretariat-without-permission-delhi-government દિલ્હીમાં ભાજપને 48 બેઠકો દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને 48 બેઠકો મળી છે.…
પાકિસ્તાનમાં ખુબ લાંબા સમયે કોઈ ICC ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી શરુ થવા જઈ રહી છે. આ ટ્રોફીને લઈ શોએબ અખ્તરે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. જેમાં તેને ચાર સેમિફાયનલ ટીમના નામ જણાવ્યા છે. આ ટીમમાં ભારત અને પાકિસ્તાન પણ છે. મહત્વની વાત એ છે કે,શોએબ અખ્તરે આ ચાર ટીમોમાં ઓસ્ટ્રિલિયન ટીમનો સમાવેશ નથી કર્યો. તેને એવો દાવો કર્યો છે કે, અફઘાનિસ્તાન સેમિફાયનલમાં જગ્યા બનાવી શકે છે. આ ચેમ્પિયન ટ્રોફીમાં 8 ટીમો ભાગ લેશે. પાકિસ્તાનમાં લગભગ 3 દશક બાદ ICC ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જેમાં ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરી દિધો છે. જેથી ભારતની બધી…
દિલ્હી માટે આગામી દિવસોમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ આ માહિતી આપતા કહ્યું કે મુખ્યમંત્રીની પસંદગી માટે એક સુસંગત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ચોખ્ખી જીત નોંધાઈ છે. ત્યારે આ બાદ હવે. જય પાંડાએ એ પણ સંકેત આપ્યો કે નવી સરકારની રચના પછીની પહેલી કેબિનેટ બેઠકમાં યમુનાની સફાઈ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને વિકાસ કાર્યોમાં ઝડપ લાવશે. દિલ્હીમાં ભાજપની બહુમતી સાથે સરકાર બનતા હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે વિકાસના કામોને પ્રોત્સાહન આપશે.…