Author: GujjuKing
રાજકારણમાં દલાલ વધી ગયાના નિવેદન પર નીતિન પટેલની સ્પષ્ટતા…’પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી…’
કડીના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે, ત્યારે આ નિવેદનને લઇ તેઓએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી. શું કહ્યું નીતિનભાઇએ તેઓએ ટ્વીટ પર લખ્યું હતું કે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમમાં મે જે વાત કરી છે. એ બધાજ જમીન દલાલોને લાગુ પડતી નથી. પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે. એવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસની સરકારોમાં…
સોલંકી યુગની સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ એટલે સારંગપુર…ત્યા બિરાજમાન કર્ણમુકેશ્વર મહાદેવ, જાણો ઇતિહાસ…
રોદ્ર રૂપ હોવા છતાં દેવોના દેવ મહાદેવ શિવજી સરળતાથી રીજી જાય છે અને એટલે જ દરેક ગામ કે શહેરમાં શિવાલય હોય છે જ. શિવજીના દરેક શિવાલય સાથે જોડાયેલી છે અનેકવેદ ગાથાઓ. ભક્તોની આસ્થાની ગાથાઓ. ભક્તોના રક્ષણની કથાઓ અને આવું જ દિવ્ય શિવાલય એટલે અમદાવાદનું કર્ણમુકતેશ્વર મહાદેવનું મંદિર. વાસ્તવમાં આ મંદિરનું નામ એક સમયે કર્ણાવતી નગર તરીકે ઓળખાતા અમદાવાદ પરથી જ રાખવામાં આવ્યું હતું. કહેવાય છે આ મંદિર અને અમદાવાદનો તાલમેલ છેલ્લા 1100 વર્ષથી અવિરત છે. આ દિવ્ય સ્થાનક ભક્તોના હૃદયમાં જેટલુ ઉચ્ચ સ્થાન ધરાવે છે તેટલો જ દિવ્ય અને ભવ્ય ભૂતકાળ આ શિવ મંદિર ધરાવે છે એક માન્યતા અનુસાર આ…
રાજસ્થાનના અજમેર જિલ્લાના બોરાજ ગામ પાસે અરવલ્લી પહાડીઓ પર મા ચામુંડાનું પ્રાચીન અને ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના 11મી સદીમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે કરી હતી. શરુઆતથી જ આ મંદિર સદીઓથી ભક્તો માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિરના પરિસરમાં એક નાનકડું તળાવ પણ આવેલું છે. આ તળાવનું પાણી ખાસ વિશેષ માટે ઓળખાય છે. એ રીતે કહેવાય છે કે, જયારે થી આ મંદિર બન્યું છે, ત્યારે થી આ તળાવમાં ક્યારેય પાણી ઓછું નથી થયું. તળાવમાં આપમેળે પાણી ભરાતા રહે છે, અને તે અઢી ફૂટ ઊંડું અને અઢી ફૂટ પહોળું છે. આ તળાવનું પાણી ઘણા લોકો માટે આશીર્વાદરૂપ છે, કેમ…
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે મહાશિવરાત્રિના ઘણાં દુર્લભ સંયોગ બની રહ્યાં છે. એવામાં આ ત્રણ રાશિઓ પર શિવજીની થશે વિશેષ કૃપા હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ મહાન તહેવાર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. હિન્દુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રીનો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ માનવામાં આવે છે. 2. મહાશિવરાત્રિ 2025 દુર્લભ સંયોગ ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને વ્રત રાખવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જીવનમાં…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 04 02 2025-મંગળવાર,માસ-મહા,પક્ષ-સુદ,તિથિ-સાતમ,નક્ષત્ર-અશ્વિની,યોગ-શુભ,કરણ-ગર, રાશિ-મેષ (અ.લ.ઈ.) 2. મેષ (અ.લ.ઈ.) કામકાજમાં સફળતા મળે , કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ જણાય , વાદવિવાદમાં કાળજી રાખવી ,સંતાનની પ્રગતિ જણાય 3. વૃષભ (બ.વ.ઉ.) શેર બજારમાં ખાસ સાચવવું ,સંયુક્ત મિલકતનાં કાર્યો અટવાય ,નવા પ્રલોભનોથી દૂર રહેવું ,આવકને ધ્યાનમાં રાખી ખર્ચ કરવો 4. મિથુન (ક.છ.ઘ.) જૂના પ્રશ્નોને ઉકેલવા ,વડીલ વર્ગ દ્વારા સારા આશીર્વાદ મળે ,આવકનાં નવા સાધન મળે ,કામમાં ફાયદો થાય 5. કર્ક (ડ.હ.) અધિકારી વર્ગથી મદદ…
ગુરુ હવે સીધી ચાલ ચાલશે અને ઘણી રાશિ પર તેમની કૃપા વરસાવશે. આ જાતકોના જીવનમાં વિદેશ યાત્રા, વાહન સુખ, પ્રમોશન મળવા જેવી ઘણી શુભ ઘટનાઓ બનશે. ત્યારે ચાલો જોઇએ ગુરુના માર્ગી થવાથી કઇ રાશિ પર શું પડશે અસર 1. Guru ki seedhi chal: જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. 4 ફેબ્રુઆરી 2025ના રોજ, ગુરુ સીધો વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ વર્ષ 2025 ની એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. ગુરુ ગ્રહનું સીધો થવું એ તેના વક્રી પ્રભાવના અંત અને તેના સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાનો સંકેત છે. જ્યારે ગુરુ સીધી દિશામાં હોય છે, ત્યારે તેમના પ્રભાવથી જીવનના વિવિધ…
બોલિવૂડ ગાયક ઉદિત નારાયણ એક મહિલા ચાહકને કિસ કરવા બદલ ચર્ચામાં છે. ઉદિતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. બોલિવૂડ ગાયક ઉદિત નારાયણ હાલમાં એક મહિલા ચાહકને ચુંબન કરવાના વિવાદમાં ફસાયેલા છે. સોશિયલ મીડિયાથી લઈને ગલીઓ સુધી દરેક જગ્યાએ ગાયક વિશે ચર્ચા થઈ રહી છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે ઉદિત આ મુદ્દે પહેલાથી જ સ્પષ્ટતા આપી ચૂક્યા છે. અને હવે ગાયક કહે છે કે તેને આ અંગે કોઈ અફસોસ નથી. ઉદિતે શું કહ્યું તે જાણીએ? ઉદિત નારાયણે શું કહ્યું? તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ઉદિત નારાયણે આ…
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા PM મોદીએ ખૂબ જ રસપ્રદ અંદાજમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી. આ દરમિયાન અમુક વિદ્યાર્થીઓ એક મોટા ઝાડની છે બેઠા હતા અને PM મોદી તેમની સાથે વાત કરી રહ્યા હતા. PM મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં દિલ્હી સરકાર પર ઘણા હુમલા બોલ્યા. PM મોદીએ કહ્યું, ‘મે સાંભળ્યું છે કે દિલ્હીમાં તે બાળકોને 9માં ધોરણ બાદ આગળ નથી વધવા દેતા, જેમની પાસ થવાની કોઈ ગેરંટી નથી હોતી. કેમ કે જો તેમનું રિઝલ્ટ ખરાબ થયું તો તેમની સરકારની પ્રતિષ્ઠા ખરાબ થઈ જશે. એટલા માટે ખૂબ બેઈમાનીથી કામ કરવામાં આવે છે.’ પ્રધાનમંત્રીએ તર્ક આપ્યું કે બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમાન…
સંસદના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું, ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કર્યો. જ્યારે બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26 માટે દેશનું બજેટ રજૂ કર્યું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કહ્યું કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં કંઈ નવું નથી. રાષ્ટ્રપતિના સંબોધનમાં કંઈ નવું નથી: રાહુલ ગાંધી વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં કંઈ નવું નથી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આભાર માન્યો અને કેમેરા માટે ડબલ થેંક્સ પણ કહ્યું. રાષ્ટ્રપતિના સંબોધન અંગે રાહુલ…
બજેટ પહેલા પ્રદેશ પ્રમુખની નિમણૂક, બજેટ બાદ મંત્રી મંડળનુ વિસ્તરણ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂકની તેમજ મંત્રી મંડળના વિસ્તરણની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ સ્થિતિમાં જ જીલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. ઉપરાંત 19મી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર પણ ચાલુ થવાનુ છે. જે 30મી માર્ચ સુધી ચાલશે. પ્રમુખની નિયુક્તિ અને વિસ્તરણ અંગ હવે સચિવાલયમાં ટોચના અધિકારીઓએ પણ ચર્ચા કરવાનુ બંધ કરી દીધુ છે. જ્યારે ભાજપના સિનિયર નેતાઓનુ અનુમાન છે કે, સૌ પ્રથમ તો પંચાયત પાલિકાની ચૂંટણીનુ પરિણામ આવી ગયા બાદ ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દેવાશે. ત્યાર બાદ એટલે કે બજેટ સત્ર પછી એપ્રિલ…