Author: GujjuKing
દેશમાં આજથી અને આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટની સિઝન શરૂ થવા જઈ રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં દેવી લક્ષ્મીને વંદન કરતા કહ્યું હતું કે, દેશની જનતાએ અમને ત્રીજી વખત જવાબદારી સોંપી છે અને અમારી ત્રીજી સરકારનું આ પ્રથમ પૂર્ણ બજેટ છે. ગરીબ મધ્યમ વર્ગ દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે. આ સાથે તેમણે કહ્યું કે,આવતીકાલે રજુ થનાર બજેટ દેશમાં નવો આત્મવિશ્વાસ પેદા કરશે. https://twitter.com/ANI/status/1885191248509874666?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1885191248509874666%7Ctwgr%5Edd05c6e155f709ad9502e59843bbaca5adfee3e8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fbudget-2025-pm-modi-give-signals-on-budget-says-focus-on-women-and-youth-power 2047માં વિકસિત રાષ્ટ્ર બનવાની ઝલક જોવા મળશે બજેટ સત્રની શરૂઆત પહેલા PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જ્યારે ભારત આઝાદીના 100…
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. આ પહેલા આજે એટલે કે શુક્રવારે 2024-25ની આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવશે. સમીક્ષામાં વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્રના પ્રદર્શનના મૂલ્યાંકનની સાથે દેશ સામેના પડકારોની રૂપરેખા આપવામાં આવી છે. કેન્દ્રીય બજેટ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વેમાં સુધારા અને વિકાસની બ્લુ પ્રિન્ટ પણ આપવામાં આવી છે. મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનની આગેવાની હેઠળની ટીમ દ્વારા સમીક્ષા તૈયાર કરવામાં આવી છે. તે આગામી નાણાકીય વર્ષ માટે આઉટલૂક આપવા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અર્થતંત્ર અને વિકાસની રૂપરેખા આપે છે. સમીક્ષામાં ધીમી વૃદ્ધિ, યુએસ ડૉલર…
જ્યોતિષ શાસ્ત્રમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષા , સંતાન અને વિવાહનો કારક ગ્રહ માનવામાં આવે છે . જે રાશિઓ પર તેની કૃપા થાય છે તેને કરિયર અને જીવન બંનેમાં ઉન્નતિ થાય છે. સાથે જ તેમનું ભાગ્ય પણ પ્રબળ થાય છે. 1. ગુરુ ગ્રહ માર્ગી ગુરુ ગ્રહની જેના પર કૃપા દ્રષ્ટિ થાય તે જાતકના નસીબ ખૂલી જાય છે. જ્યોતિષ ગણના અનુસાર 4 ફેબ્રુઆરી 2025 મંગળવારના રોજ બૃહસ્પતિ વૃષભ રાશિમાં માર્ગી થશે તેના 2 દિવસ પહેલા 2 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો શુભ અવસર રહેશે. આ શુભ સંયોગનો સીધો લાભ 5 રાશિઓના જાતકોને થશે. 2. મેષ મેષ રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે…
હાલમાં ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં છે અને આ રાશિમાં હોવા દરમિયાન ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુરુની ચંદ્ર સાથે યુતિ થઈ રહી છે. 6 ફેબ્રુઆરીના રોજ સવારે 2.15 વાગ્યે ચંદ્ર પણ વૃષભ રાશિમાં ગોચર કરશે. ગુરુ અને ચંદ્રની યુતિને કારણે ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. ગુરુ અને ચંદ્રની યુતિની અસર આ ગજકેસરી રાજયોગના નિર્માણને કારણે, 12 રાશિઓના જાતકોના જીવન પર ખાસ અસર થવાની છે. વ્યવસાયથી લઈને નોકરી સુધી અને પરિવારથી લઈને પ્રેમ સુધી, ત્રણ રાશિના જાતકોને દરેક પાસામાં લાભ અને સફળતા મળવાની છે. ચાલો જાણીએ કે ગુરુ અને ચંદ્રની યુતિથી કઈ ત્રણ રાશિઓ પર સૌથી વધુ સકારાત્મક અસર પડશે. કર્ક રાશિ કર્ક…
કોડીનારમાં સાક્ષાત બિરાજમાન મા ખોડિયાર, માતાજીની હાજરી સ્વરૂપે કૂવામાં ત્રિશુલ અને થાપા..
કોડીનાર-ઉના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલુ છે. એક લોકવાયકા પ્રમાણે આ સ્થળ પર આવેલા એક કુવામાં ખોડીયાર માતાજી સ્વયં પ્રગટ થયા હતા. બાદમાં માતાજીની ઈચ્છા અનુસાર તેમને કૂવામાંથી બહાર સ્થાપિત કરી અનેક દશકાઓ પહેલા તેમનું મંદિર બનાવાયું.. જે મંદિરનો અત્યાર સુધી 4 વાર જીર્ણોદ્ધાર થઇ ચૂક્યો છે.. સમગ્ર વર્ષ દરમિયાન માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં આવે છે. અહિંથી પસાર થતા ટ્રક ચાલકો ખોડીયાર માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. આ વિસ્તારના જે લોકો ટ્રક ચલાવવાનો વ્યવસાય કરે છે તે તમામ નવી સફરે જતા પહેલા અચૂક માતાજીના દર્શન કરીને જ સફરની શરૂઆત કરે છે. અને…
વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. જ્ઞાનની અને વાણીની આ દેવીની પૂજા કરવાથી આશીર્વાદ મળે છે. આ દિવસે જો આટલું કામ કરશો તો માં જરૂર પ્રસન્ન થશે અને તમને અઢળક ખુશીઓ અપાવશે. વસંત પંચમી પર શું કામ કરવું જોઈએ? – વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. – આ દિવસે પીળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે, તેની પાછળની માન્યતા છે કે પીળો રંગ જ્ઞાન અને બુદ્ધિનું પ્રતિક છે. – માતા સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્રને સાફ કરો અને તેમને પીળા કે સફેદ ફૂલ, અક્ષત, ચંદન અને…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 31 01 2025 શુક્રવાર, માસ-મહા,પક્ષ-સુદ, તિથિ-બીજ, નક્ષત્ર-શતતારા, યોગ-વરિયાન,કરણ-કૌલવ, રાશિ-કુંભ (ગ.સ.શ.ષ.) 2. મેષ (અ.લ.ઈ.) કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે, નોકરી-ધંધામાં સારી તકો મળશે,કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે 3. વૃષભ (બ.વ.ઉ.) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે, બચત કરી નાણાકીય વ્યય રોકશો,કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી 4. મિથુન (ક.છ.ઘ.) શારીરિક અને માનસિક થાક અનુભવશો, આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો, નકારાત્મક વિચારોને મનથી દૂર…
દરેક ગ્રહનો માનવ જીવન પર ઊંડો પ્રભાવ પડે છે. દરેક ગ્રહની પોતાની લાક્ષણિકતાઓ અને અસરો હોય છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત બનાવવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે. જ્યોતિષના નિષ્ણાતો ગ્રહોના નકારાત્મક પ્રભાવથી બચવા માટે રત્નો પહેરવાની ભલામણ કરે છે. આનું કારણ એ છે કે કોઈ ગ્રહ સાથે સંકળાયેલ રત્ન તે ગ્રહના પ્રભાવને નિયંત્રિત કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, પોખરાજને ગુરુ ગ્રહનું રત્ન કહેવામાં આવે છે. આ રત્ન કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે અને માનસિક શાંતિ, સમૃદ્ધિ અને અપાર સફળતા પ્રદાન કરે છે. ચાલો જાણીએ પીળા પોખરાજ સંબંધિત ખાસ નિયમો. પીળો પોખરાજ ક્યારે અને કઈ…
કોલેજ પ્રોફેસરે ક્લાસમાં જ બનાવી દુલ્હન, ફેરા લઈને ભરી સ્ટુડન્ટની માંગ, મચ્યો હોબાળો…જુઓ વીડિયો..
પશ્ચિમ બંગાળમાં કોલેજ પ્રોફેસર અને વિદ્યાર્થીનીએ ક્લાસમાં જ લગ્ન કરી લેતાં હોબાળો મચ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયાં બાદ તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં શું દેખાય છે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રોફેસર દુલ્હનના વેશમાં રહેલી વિદ્યાર્થીનીના ગળામાં જયમાળા નાખતાં અને માંગમાં સિંદૂર ભરતાં જોવા મળ્યા હતા. કેટલાક શૂટિંગ કરતાં પણ જોવા મળ્યાં હતા. આ ઘટના બાદ હોબાળો મચ્યો છે અને તપાસ માટે 3 સભ્યોની કમિટી નિમવામાં આવી છે. https://twitter.com/priyarajputlive/status/1884852044646830215?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1884852044646830215%7Ctwgr%5E74e3100b6da7d9407676cab7dbd620d5a56016b7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fprofessor-marrying-student-in-class પ્રોફેસરને રજા પર મોકલી દેવાયાં વીડિયો સામે આવ્યા બાદ કોલેજ પ્રશાસન દ્વારા શિક્ષકને રજા પર મોકલી દેવામાં આવ્યો હતો પરંતુ જોકે તેણે…
સર્વાઇકલ કેન્સરથી પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવીને સનસનાટી મચાવનાર બોલ્ડ એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડે (Poonam Pandey) મૌની અમાવસ્યાના અવસર પર મહાકુંભમાં (Mahakumbh 2025) ડુબકી લગાવવ પહોંચી હતી, જ્યાં તેણે અમૃત સ્નાન કર્યું. પૂનમ આ મહાન ઉત્સવની સાક્ષી બની અને ગંગામાં ડૂબકી લગાવીને તેણે પોતાના પાપો ધોઈ નાખ્યા. મહાકુંભમાં થયેલી દુ:ખદ ભાગદોડની ઘટના પર પ્રતિક્રિયા આપતા પૂનમ પાંડેએ તેને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી. ઘણા સ્ટાર્સની જેમ, પૂનમ પાંડે પણ મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી હતી. સંગમ કિનારા સુધી પહોંચવા માટે લોકોને ઘણા કિલોમીટર ચાલવું પડે છે. જોકે, પૂનમ પાંડેએ સંગમ કિનારે પહોંચવા માટે સ્કૂટીની સવારી લીધી. તેમણે ચાહકો સાથે ભીડનો નજારો પણ શેર…