Author: GujjuKing
19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં મિની વર્લ્ડ કપ તરીકે જાણીતી ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થઈ રહી છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીની તારીખનું એલાન થયું છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે આઈસીસી સાથે મળીને ઓપનિંગ સેરેમનીની તારીખનું એલાન કર્યું છે જે પ્રમાણે 16 ફેબ્રુઆરીએ લાહોરમાં ઓપનિંગ સેરેમની યોજાશે તેમાં ભાગ લેનારી 8માંથી 7 ટીમોના કેપ્ટન હાજર રહેશે જોકે ભારતીય કેપ્ટન રોહિત શર્મા લાહોર જશે કે નહીં તે લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચો દુબઈમાં રમવાનું છે. 7 ફેબ્રુઆરીએ લાહોર સ્ટેડિયમનું ઉદ્ધાટન અધ્યક્ષ મોહસિન નકવીએ 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પહેલા…
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ લગભગ ટળ્યું છે. માવઠાની સિસ્ટમ નબળી પડી હોવાની હવામાન વિભાગની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી અઠવાડિયામાં તાપમાનમાં ફેરફારની શક્યતા નથી સક્રિય થઈ શકે છે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાથી ગરમીનો અનુભવ થશે તેમજ બે વસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી સમયમાં સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું હજુ શિયાળો ગયો નથી. પરંતુ સામાન્ય ગરમીનો અહેસાશ થવા લાગશે. અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભરે શિયાળે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ”હવામાનમાં મોટા ફેરફાર થશે અને તારીખ 2, 3, 4 ફ્રેબ્રુઆરીએ કમોસમી…
મહાકુંભમાં ફરી એકવાર આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ મહાકુંભના સેક્ટર-22માં બનેલા ટેન્ટમાં આગ લાગી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. સદનસીબે કોઈ ભક્ત સ્થળ પર તંબુમાં નહોતા. આગ લાગ્યા બાદ તમામ લોકો બહાર આવી ગયા હતા જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. નોંધનિય છે કે, મહાકુંભનો સેક્ટર-22 વિસ્તાર છટનાગ ઘાટ અને ઝુસીના નાગેશ્વર ઘાટની વચ્ચે છે. ગુરુવારે અહીં અચાનક ઘણા ટેન્ટ સળગવા લાગ્યા. આ જોઈને શ્રદ્ધાળુઓ તેમના તંબુમાંથી બહાર આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું…
ખુશ રહેવું હોય તો ગુપ્ત નવરાત્રીમાં કરી લો આ કામ, મજબૂત થશે આર્થિક અને પારિવારિક બંને પાસા..
ગુપ્ત નવરાત્રી દરમિયાન 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ જેથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે. 1. દેવી દુર્ગાને સમર્પિત છે ગુપ્ત નવરાત્રી Gupt Navratri 2025: માઘ (મહા) ગુપ્ત નવરાત્રીની શરૂઆત 30 જાન્યુઆરી એટલે કે આજથી થઈ રહી છે. ગુપ્ત નવરાત્રી 7 ફેબ્રુઆરીએ પારણા સાથે સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રીનો પવિત્ર તહેવાર દેવી દુર્ગાને સમર્પિત હોય છે અને દર વર્ષે બે વાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો દસ મહાવિદ્યાઓની પૂજા કરે છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉપવાસ કરે છે. 2. ગુપ્ત નવરાત્રીના ખાસ ઉપાય એવી માન્યતા છે કે…
જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના સીદસર ગામે ઉમિયાધામ આવેલુ છે. વેણુ નદી કિનારે આવેલા ઉમિયાધામમાં ઉમિયા માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. સાધુ સંત અને ભુખ્યાની સેવા કરતા પ્રૌઢને માતાજીનો સાક્ષાત્કાર થયો પછી સ્વયંભૂ પ્રગટ થયા મા ઉમિયા. કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા માતાજીના મંદિરે તમામ જ્ઞાતિના લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. સીદસર ગામે વિશ્વવિખ્યાત ઉમિયાધામ આવેલું છે ઉમિયાધામમાં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. વેણુ નદી કિનારે આવેલા મા ઉમિયાના મંદિર પરિસરમાં પ્રવેશતા જ મંદિરની આજુબાજુમાં બનાવવામાં આવેલા સુંદર બાગ અને કલાત્મક કોતરણીકામ કરેલા સ્તંભ આકર્ષક છે. ભાવિકો માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે અને…
હિન્દુ ધર્મમાં માઘ મહિનાને તહેવારોનો મહિનો કહેવામાં આવે છે, કારણ કે આ મહિનામાં સંકટ ચોથ, ષટતિલા એકાદશી, મૌની અમાવસ્યા અને ગુપ્ત નવરાત્રી જેવા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. આમાંથી એક વસંત પંચમી પણ છે. આ વખતે વસંત પંચમીની તારીખ અંગે મૂંઝવણ છે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે 2025 માં વસંત પંચમી ક્યારે છે. હિન્દુ ધર્મમાં માઘ મહિનાને તહેવારોનો મહિનો કહેવામાં આવે છે, કારણ કે તેમાં સંકટ ચોથ, ષટતિલા એકાદશી, મૌની અમાવસ્યા અને ગુપ્ત નવરાત્રી જેવા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. માઘ મહિનામાં આવતા તહેવારોમાંનો એક તહેવાર એટલે વસંત પંચમી. આ દિવસ જ્ઞાન અને સંગીતની દેવી સરસ્વતીની પૂજા માટે સમર્પિત…
જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જણાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર જાણવા માટે એકમ અંકમાં તમારી તારીખ, મહિનો અને જન્મ વર્ષ ઉમેરો અને જે નંબર નીકળશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7મી, 16મી અને 29મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હશે. જાણો 1 થી 9 અંક ધરાવતા લોકો માટે 30 જાન્યુઆરીનો દિવસ કેવો રહેશે? 1. મૂળાંક 1 મૂળાંક 1 ધરાવતા લોકો માટે આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. માનસિક તણાવ ચાલુ રહેશે. રોકાણ ટાળવું જોઈએ. કાર્યસ્થળ પર કોઈ કામ પૂર્ણ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય મધ્યમ રહે. બાળકોના…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 30 01 2025 ગુરુવાર, માસ મહા, પક્ષ સુદ, તિથિ એકમ, નક્ષત્ર ધનિષ્ઠા, યોગ વ્યતિપાત, કરણ બવ, રાશિ મકર (ખ.જ.) સાંજે 6:33 પછી કુંભ (ગ.સ.શ.ષ.) 2. મેષ (અ.લ.ઈ.) કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે અને સ્નેહીના સંપર્કથી લાભ થશે તેમજ વ્યવસાયમાં વૃદ્ધિ થશે તો પરિવારના સુખમાં વૃદ્ધિ થશે 3. વૃષભ (બ.વ.ઉ.) સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે તો ધંધામાં લાભ મેળવી શકશો…
બોલિવૂડ સુપરસ્ટાર દબંગ સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનની ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લીક થયેલા વીડિયોમાં સલમાન ખાન મુંબઈ રેલવે સ્ટેશન પર ચાલી રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન કેઝ્યુઅલ શર્ટ સાથે જીન્સ પહેરેલો જોવા મળે છે. જેમાં તે ફુલ સ્વેગમાં જોવા મળી રહ્યો છે. https://twitter.com/anjaliprakash05/status/1883928432784072786?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1883928432784072786%7Ctwgr%5Edd059e229df4ab47ae865f5a3f3c87c7758afaca%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fsalman-khan-video-viral-at-mumbai-railway-station વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ફેન્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક વ્યક્તિએ વીડિયો શેર કરીને લખ્યું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 1000 કરોડની કમાણી કરશે. તો…
સોશિયલ મીડિયા પર ખાલી માણસોના જ વિડીયો વાયરલ થાય છે એવું નથી, સોશિયલ મીડિયા પર હવે ઓફિશિયલ પેટ્સના એકાઉન્ટ હોય છે અને તેના પર તેમના વિવિધ વીડિયો રમતો, દોડતો વગેરે અપલોડ થતાં હોય છે. પણ હાલમાં જે વીડિયો વાયરલ થયો છે તેમ એક કૂતરું સ્કાઈ ડાઈવિંગ કરતું નજર આવી રહ્યું છે. સ્કાઈ ડાયવીંગ કરતું શ્વાન વીડિયોમાં દેખાય છે તેમ એક કૂતરું આકાશમાં ઊડી રહ્યું છે. કૂતરું સ્કાઈ ડાઈવિંગ કરી રહ્યું છે. પહેલી નજરે જોતાં એવું જ લાગે કે ખરેખર એક કૂતરું આકાશમાં તરી રહ્યું છે પણ આ વીડિયો ઓરીજનલ નથી, આ વીડિયોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવાયો છે અને તે ઝડપથી…