Author: GujjuKing

27 ફેબ્રુઆરી, 2025ના રોજ, બુધ ગ્રહનું મીન રાશિમાં ગોચર થશે, જ્યાં શુક્ર પહેલેથી જ હાજર હશે. મીન રાશિમાં આ બે ગ્રહોનો સંયોગ એક અદ્ભુત યોગ બનાવશે. તે જ સમયે, 7 મે, 2025ના રોજ સવારે, બુધ ગ્રહનું મેષ રાશિમાં ગોચર કરશે. બીજું કે, શુક્ર 31 મેના રોજ મેષ રાશિમાં ગોચર કરશે. હવે બુધ અને શુક્રના આ ગોચરથી ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ બનશે. હવે જાણો કે, આ રાજયોગ કઈ ચાર રાશિને રાજા બનાવશે, મિથુન રાશિ આ રાશિના જાતકોના અટકેલાં કામો જલ્દી જ પુરા થશે. જો ઘર ખરીદવાનું સપનું હોય કે જમીન ખરીદવાની ઈચ્છા હોય તેવા જાતકો માટે આ સમય શુભ રહેશે. પારિવારિક માહોલમાં…

Read More

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો 12 રાશિઓ અને 27 નક્ષત્રોમાં ગોચર કરીને અલગ-અલગ પ્રકારના યોગ બનાવે છે. આ યોગમાં અમુકની અસર સકારાત્મક હોય છે તો અમુકની અસર નકારાત્મક હોય છે. ગ્રહોની ખાસ સ્થિતિથી બનતો દ્વિદ્વાદશ યોગ ખૂબ શુભ માનવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એકબીજાથી 2 જા અને 12 માં ભાવમાં સ્થિત હોય. બુધ અને શનિના વિશેષ યોગથી તે અલગ જ ઉર્જા ઉત્પન્ન કરે છે. બુધ અને શનિના દ્વિદ્વાદશ યોગનું મહત્ત્વ બુધ- બુદ્ધિ, વાણી અને વેપાર અને કમ્યુનિકેશનનો કારક ગ્રહ છે. જ્યારે શનિ – કર્મ, અનુશાસનનો કારક છે. જ્યારે આ બંને ગ્રહ દ્વિદ્વાદશ યોગમાં આવે છે…

Read More

હિન્દુ ધર્મમાં દરેક તિથીનું અલગ વિશેષ મહત્ત્વ હોય છે તેમાં અમાસનું પણ સવિશેષ મહત્ત્વ છે. આ વખતે જે અમાસ આવશે તેને મૌની અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસે ખાસ પૂજા-સાધના કરવી જોઈએ. આજના દિવસે ખાસ કરીને ઇષ્ટદેવની સાથે પિતૃઓની પૂજાનું પણ મહત્ત્વ છે. પિતૃઓની પૂજા કરવાથી તમારા અટકેલાં કામ આગળ વધશે તો સાથે જીવનમાં પણ સુખ શાંતિનો અનુભવ થશે. મૌની અમાસના દિવસે કરવાના ઉપાયો – મૌની અમાસના દિવસે તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો, તેમનું સ્મરણ કરો અને ત્યારબાદ સૂર્યને અર્ઘ્ય આપો. – સૂર્ય દેવને જળ ચડાવો એમ લાલ ફૂલ અને કાળા તલ જરૂર ઉમેરો. કાળા તલની બનેલી વસ્તુઓનું…

Read More

કોરોનાકાળ તો તમને બધાને યાદ જ હશે. આ સમયગાળા દરમિયાન અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. આ તરફ હવે ધરતી પરનું સ્વર્ગ ગણાતું એટલે કે જમ્મુ કાશ્મીરથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ કાશ્મીરનું રાજૌરી કે અહીં છાશવારે આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણના સમાચાર સાંભળવા મળતા હોય છે. જોકે આ દિવસોમાં રાજૌરી કોઈ અલગ કારણથી જ ચર્ચામાં આવ્યું છે. વાસ્તવમાં જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોના શંકાસ્પદ બીમારીના કારણે મોત બાદ હવે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોના શંકાસ્પદ બિમારીથી મોતને લઈ હવે તંત્ર પણ કારણો શોધવા દોડધામમાં લાગ્યું છે. પ્રાથમિક વિગતો…

Read More

સનાતન ધર્મમાં તમામ દેવી-દેવતાઓની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભક્તો દરરોજ વિધિપૂર્વક ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. લોકો ભગવાન શિવના મંદિરે પણ ભગવાનના દર્શન કરવા જાય છે. જ્યાં તેઓ તેમના ઉપાસકના દર્શનનો લાભ લે છે. પર્વતો પર પણ મહાદેવને સમર્પિત ઘણા મંદિરો છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે જાય છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ હિમાલયમાં નિવાસ કરતા હોવાનું માનવામાં આવે છે. કૈલાશ માનસરોવર ધાર્મિક માન્યતા અનુસાર, તિબેટમાં સ્થિત કૈલાશ માનસરોવરને ભગવાન શિવ અને માતા પાર્વતીનું ઘર માનવામાં આવે છે. દંતકથા અનુસાર, આ એ જ પવિત્ર સ્થાન છે જ્યાં શિવ અને શંભુ રહે…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 28 01 2025 મંગળવાર, માસ પોષ, પક્ષ વદ, તિથિ ચૌદસ, નક્ષત્ર પૂર્વાષાઢા સવારે 8:57 પછી ઉત્તરાષાઢા, યોગ વજ્ર, કરણ શકુની, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) બપોરે 2:50 પછી મકર (ખ.જ.) 2. મેષ (અ.લ.ઈ.) નવા રોકાણ માટે સારો સમય છે અને માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે તેમજ સફળતાના સારા અવસરો મળશે તો સુખને વહેંચવાનો અવસર મળશે 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે તેમજ ધંધામાં આર્થિક લાભની સંભાવના…

Read More

સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર-નવાર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે. જેમાં સાપ સંબંધિત વિવિધ પ્રકારના વીડિયો અવારનવાર જોવા મળે છે. ક્યારેક સાપ અને નોળિયાની લડાઈના વીડિયો જોવા મળે છે તો ક્યારેક માણસો સાપ સાથે રમતા હોય છે. આ દરમિયાનમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં ફોટોશૂટ દરમિયાન એક મહિલા સાપને તેના ચહેરાની નજીક લાવે છે અને કેમેરા માટે પોઝ આપે છે, પરંતુ પછી સાપ ગુસ્સે થઈ જાય છે અને મહિલાના નાક પર હુમલો કરે છે. સાપ કરડવા છતાં મહિલા ગભરાઈ નહીં અને તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના તેને જમીન પર મૂકી દીધો. આ વીડિયો @shhkodalera…

Read More

વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટની રજૂઆત માટે હવે પાંચ દિવસ બાકી છે. કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. સરકાર સેક્ટર પ્રમાણે ફાળવણી કરે છે. દેશના દરેક ક્ષેત્ર અને વર્ગની નજર આ બજેટ પર ટકેલી છે. આ વખતે સરકાર રેલ્વે, એવિએશન, હેલ્થકેર, હોસ્પિટાલિટી, ડેટા સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને લગતી ફાળવણી અથવા જાહેરાત કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલ ગયા વર્ષે, ઉર્જા માળખામાં સુધારો કરવા માટે, સરકારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને 1.19 ટ્રિલિયન રૂપિયાનું બજેટ આપ્યું હતું. જોકે, પેટ્રોલિયમ સબસિડીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વખતે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ સરકાર પાસે ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની…

Read More

સમૂહલગ્નના આયોજનમાં જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, ”મને પાડી દેવા ષડયંત્રો થાય છે. 2-5 લોકો હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે તેમજ સમાજની 2 ટકા ટપોરી ગેંગ આવું કામ કરી રહી છે, જે ટોળકી મને હેરાન કરશે તો ક્યાંય પાછળ નહીં હટું” વધુમાં કહ્યું કે, જયેશ રાદડીયાને પાડી દેવાના કાયમી માટે પ્રયાસો કરે છે તેમજ આવતીકાલે સવારે મને પાડી દેવાના પ્રયાસો થશે ત્યારે મારી આ ટોળકીને ખુલ્લી ચેલેન્જ છે કે રાજનીતિમાં આવો અને રાજનીતિનો સમય આવશે ત્યારે મારી લડવાની તૈયારી છે” ઘણાં અગ્રણીઓને હેરાન કર્યાનો દાવો ત્યારે ધારાસભ્ય જયેશ રાદડિયાના ટપોરી ટોળકી પર નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જેમાં સરદારધામના સૌરાષ્ટ્ર…

Read More

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠા કે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. હવામાન ડ્રાય રહેવાની આગાહી છે. હવામાન વિભાગે આપેલા લઘુત્તમ આંકડા પ્રમાણે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 12.8 ડિગ્રી નોંધાયું છે. આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લાઓમાં તાપમાન આ સાથે ગુજરાતમાં સૌથી ઓછા તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ડીસામાં 10.6 ડિગ્રી, રાજકોટમાં…

Read More