Author: GujjuKing
બનાસ નદીના તટ પર 700 વર્ષ જૂનું સોનેશ્વર મહાદેવનું મંદિર, ઇતિહાસ છે પીપળના પાન સાથે જોડાયેલો..
ડીસા તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના તટ પર 700 વર્ષ જૂનું સોનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરનો ઇતિહાસ પીપળના પાન સાથે જોડાયેલો છે. હાલ મંદિર છે તે સ્થળ પર વર્ષો પહેલા સાધુ સંતો પૂજા અર્ચના કરવા માટે આવ્યા હતા. તે સમયથી બનાસ નદીના તટ પર સોનેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે.. સોનેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરી ધન્ય થાય છે. વર્ષો પહેલા જ્યારે લોકો આ સ્થળ પર વસવાટ માટે આવ્યા ત્યારે ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું.. અને ગામ લોકોએ મંદિરનું સમારકામ કરાવી, મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા…
અંકશાસ્ત્રમાં મૂળાંકના આધારે સ્વભાવ, ગુણ, ખામી, ખુબીઓ વગેરે વિશે જાણી શકાય છે, સાથે જ કારકિર્દી, જીવન સાથી, કાર્યસ્થળ અને નસીબ વિશે પણ આગાહી મળે છે. દરેક વ્યક્તિનો એક મૂળાંક હોય છે.. 1. અંકશાસ્ત્ર અંકશાસ્ત્રમાં મૂળાંકના આધારે સ્વભાવ, ગુણ, ખામી, ખુબીઓ વગેરે વિશે જાણી શકાય છે, સાથે જ કારકિર્દી, જીવન સાથી, કાર્યસ્થળ અને નસીબ વિશે પણ આગાહી મળે છે. દરેક વ્યક્તિનો એક મૂળાંક હોય છે.. જો વ્યક્તિનો જન્મ 1 થી 9 તારીખમાં થયો હોય તો તે તારીખ જ તેનો મૂળાંક કહેવાય .. જેમ કે કોઇનો જન્મ 5 માર્ચે થયો હોય તો તેનો મૂળાંક 5 કહેવાય.. તમને સવાલ થશે કે 9 પછીની…
આ વર્ષે દેવઉઠી એકાદશીનું વ્રત 12મી નવેમ્બરે આવશે. દેવઉઠી એકાદશી કારતક મહિનાની શુક્લ પક્ષમાં આવતી બીજી એકાદશીએ ઉજવવામાં આવે છે. આ દિવસને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીનું આગવું મહત્વ છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુ ભગવાન ચાર મહિના સુધી ઊંઘ્યા બાદ જાગે છે. આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુના દેવ શયનને કારણે તમામ પ્રકારના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના જાગ્યા બાદ તમામ શુભ કાર્યો સંપન્ન થાય છે. આ દિવસે વ્રત અને કથા સાંભળવાનું મહત્વ છે. દેવઉઠી એકાદશીની તિથિ અને મુહૂર્ત આ વર્ષની કારતક માસની શુક્લ પક્ષએ એકાદશી 11મી નવેમ્બરના રોજ સાંજે 6:46 વાગ્યાથી…
સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ ઘટનાઓ સાથે જોડાયેલા વીડિયો વાયરલ થતા રહે છે. આ દરમિયાન હવે ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક પોલીસ ચોકીના બાથરૂમનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા એક છોકરા સાથે શારીરિક સંબંધ બાંધતી જોવા મળી રહી છે. પોલીસ ચોકીની અંદરની આવી કાર્યવાહીનો વીડિયો વાયરલ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. જોકે આ વીડિયો ક્યારે અને કોણે બનાવ્યો તે અંગે હજુ સુધી પોલીસ માહિતી એકઠી કરી શકી નથી. UPના હરદોઈમાં પોલીસ ચોકીના પરિસરમાં બાથરૂમમાં એક આધેડ મહિલા સાથે મસ્તી કરતો યુવકનો અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો…
ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. તેમની મનપસંદ ઈવેન્ટ આઈપીએલની મેગા ઓક્શનનું સત્તાવાર એલાન કરી દેવાયું છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરના રોજ આઈપીએલની હરાજી યોજાશે જેમાં 10 ટીમો પોતપોતાની પસંદગીના ખેલાડીઓ પસંદ કરશે. હરાજી ઇવેન્ટ જેદ્દાહના અબાદી અલ જોહર એરેના (જે બેન્ચમાર્ક એરેના તરીકે પણ ઓળખાય છે) ખાતે યોજાશે. અહીંથી 10 મિનિટના અંતરે આવેલી હોટેલ શાંગરી-લામાં ખેલાડીઓ અને અન્ય લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આઈપીએલ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની ઓપરેશન ટીમ વિઝા અને લોજિસ્ટિક જરૂરિયાતો માટે તમામ ખેલાડીઓ અને અન્ય સ્ટાફના સંપર્કમાં રહેશે. 46 ખેલાડીઓને જાળવી રખાયાં IPL 2025ની મેગા ઓક્શનમાં જે 46 ખેલાડીઓને…
અંતે મલ્હાર ઠાકર અને પૂજા જોશી જોડાશે લગ્નગ્રંથિથી, કહ્યું ‘તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે…’
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે. ઘણીવાર અભિનેતાને આ અંગે સવાલો પણ પૂછવામાં આવ્યા છે, પણ ત્યારે અભિનેતાએ હંમેશા જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા અભિનેતાએ જાહેરાત કરી દીધી કે તે જલ્દી જ લગ્ન કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથિથી જોડાશે. દરેક ચર્ચા પર પૂર્ણવિરામ લગાવતા અભિનેતાએ જાહેરાત કરી દીધી છે કે તે નવેમ્બર 2024ના અંતમાં લગ્ન કરશે. અભિનેત્રી પૂજા જોશીએ ઇન્સ્ટાગ્રામ પર…
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના નામ પર સતત ધમકીઓ મળી રહી છે. ફરી એકવાર ટ્રાફિક પોલીસને સલમાનના નામે ધમકી મળી હતી.. આ સમાચારે સનસનાટી મચાવી દીધી હતી. જો કે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ કૃત્ય કરનાર ગુનેગારની ધરપકડ કરી હતી. ટ્રાફિક પોલીસને મેસેજ મોકલીને સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે, તે કર્ણાટકનો છે. તે વ્યક્તિનું નામ વિક્રમ છે અને તેની ઉંમર લગભગ 35 વર્ષ છે. મુંબઈ પોલીસના એલર્ટ પર કર્ણાટક પોલીસે વિક્રમની અટકાયત કરી હતી. વિક્રમને કર્ણાટકથી કસ્ટડીમાં લીધા બાદ મુંબઈ પોલીસની ટીમ આવતીકાલે મુંબઈ પહોંચશે. મુંબઈ પોલીસ તપાસ કરશે કે વિક્રમે શા માટે ધમકી આપી અને તેનો…
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, સમીક્ષા થશે ટેકાના ભાવ સહિત આ મુદ્દા પર …
દિવાળી બાદ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠક સવારે 10 કલાકે શરૂ થશે. તેમજ આ બેઠકમાં મગફળીનાં ટેકાનાં ભાવે ખરીદી બાબતે સમીક્ષા થશે. તેમજ શિક્ષણ વિભાગની ચાલી રહેલી ભરતી સંદર્ભે સમીક્ષા થશે. ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે…
સુરતના લસકાણા વિસ્તાર ખાતે લુમ્સના ખાતામાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિએ પ્રેમીને બોથડ પદાર્થ વડે માર મારી ગળાના ભાગે પગથી દબાવી હત્યા કરી નાખી હતી. સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર ઇન્ડસ્ટ્રીમાં હત્યા કરાયેલી એક યુવકની લાશ મળી આવી હતી. સરથાણા પોલીસે આ ઘટના અંગે તપાસ કરતા ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી. લસકાણાના ખાતા નંબર 146-147 માં હત્યા થઈ હતું. આ અંગે પોલીસને ખાતાના માલિકે જાણકારી આપી હતી. ખાતાના માલિક રમેશ વઘાસીયાએ પોલીસને જણાવ્યું હતું કે અગાઉ તેમના ખાતામાં નોકરી કરતા આરોપી અર્જુન કેવટની…
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મંગળવારે ચેતવણી આપી કે આતંકવાદીઓને આશ્રય આપનારાઓના ઘરને તોડી પાડવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એકતા સાથે ઊભા રહેવા હાકલ કરી. તેમણે કહ્યું કે જો સુરક્ષા દળો, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન અને લોકો એક થઈ જાય તો એક વર્ષમાં જ આ વિસ્તારમાંથી આતંકવાદનો સફાયો થઈ શકે છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું, ‘મેં સુરક્ષા દળોને નિર્દેશ આપ્યો છે કે કોઈ નિર્દોષને નુકસાન ન પહોંચાડે, પરંતુ ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. જો કોઈ આતંકવાદીઓને આશ્રય આપશે તો તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આ અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે…