ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટીસ સ્ટેડિયમમાં રમાશે અને ટીમ ઈન્ડિયા અત્યારે તેની માટે ખૂબ મહેનત કરી રહી છે. દરમિયાન ખેલાડી મસ્તીના અંદાજમાં જોવા મળ્યા. ઋષભ પંત સંસની રીતે પોતાની જબરદસ્ત બેટિંગ માટે ફેમસ છે, પરંતુ આ ખાતે તેને બોલિંગમાં હાથ અજમાવ્યો છે. એટલું જ નહીં પણ તેને જસપ્રિત બૂમરાહની બાઉન્સર બોલ નાખવાનો પણ પ્રયાસ કર્યો.
BCCIએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેયર કર્યો ચએ, જેમાં ઋષભ પંતે બોલિંગ કોચ મોર્ને મોર્કેલથી પૂછ્યું કે શું તેને બુમરાહને આઉટ કર્યો છે? ત્યારે બુમરાહે કયું કે રિષભ પાસે હાશિમ અમલાની જેમ બોલિંગ એક્શન છે રિષભ અને બુમરાહ વચ્ચેની ચર્ચા રસપ્રદ હતી કારણ કે એક તરફ બુમરાહે દાવો કર્યો હતો કે તે આઉટ નહીં થાય. બીજી બાજુ ભારતીય વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક વિકેટ લીધેલી છે.
રિષભ પંતે કર્યો બાઉન્સર
રિષભ પંતે 2-3 બોલ ફુલ લેન્થ પર ફેંકી, જેને બુમરાહે સરળતાથી બોલ્ડ કરી દીધી. ત્યારે પંતે બાઉન્સ બોલ કરી તો ભારતીય બોલરે જબરદસ્ત પુલ શોટ લગાવ્યો. જેમાં બોલ લગભગ બાઉન્ડ્રીની બહાર જાત પણ પંતે દાવો કર્યો કે બુમરાહ કેચ આઉટ થઈ જશે. ત્યારે તે મોર્ને મોર્કેલથી પૂછવા ગયા તો તેને કોઈ સ્પષ્ટ જવાબ ના આપ્યો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે રિષભ પંતે કોણીને વાંકી કરીને ચક મારતી વખતે બાઉન્સર બોલ ફેંક્યો હતો.
જણાવી દઈએ કે રિષભ પંત તે ક્રિકેટરોમાંથી એક છે કે જે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી શ્રેષ્ઠ એવરેજ સાથે રમે છે. તેને આ સીરિઝના ઇતિહાસમાં 7 મેચ રમીને 62.40ના એવરેજ સાથે 624 રન બનાવ્યા છે. બીજી બાજુ જસપ્રીત બુમરાહે પણ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઇતિહાસમાં 7 મેચ રમીને 32 વિકેટ લીધી છે.
