વડોદરા જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો છે. સન્માન સમારોહમાં પણ જૂથબંધી જોવા મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ બાદ કરજણમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કાર્યકરોના અભાવે ખાલીખમ ખુરશીઓ જોવા મળી હતી.
વડોદરા જિલ્લા ભાજપમાં વકર્યો આંતરિક વિવાદ
સન્માન સમારોહમાં જીતેલા 19માંથી 11 ઉમેદવાર જ હાજર રહ્યા હતા. તો બીજી બાજું કાર્યક્રમમાં પાર્ટીના 300 જેટલા કાર્યકરો આવશે તેવો અંદાજ હતો. જો કે, 300માંથી માત્ર 70 જેટલા કાર્યકરોએ હાજરી આપી હતી. સન્માન સમારોહમાં સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના મંત્રીઓની પણ ગેરહાજરી નોંધાઈ હતી. વડોદરા જિલ્લા ભાજપ નેતાઓ જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલ સામે નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
કાર્યકરોની ખુરશીઓ ખાલીખમ જોવા મળી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામના સન્માન સમારોહમાં કાર્યકરોની ખુરશીઓ ખાલીખમ જોવા મળતા તેમજ ફક્ત જીતેલા ઉમેદવારો સિવાય અન્ય અગ્રણી નેતાઓની પાંખી હાજરી જોવા મળતા ફરીવાર વડોદરા ભાજપ જૂથવાદનો મુદ્દો ગરમાયો છે.