કચ્છના મુન્દ્રામાં ભાજપના નેતાઓ વચ્ચે બબાલ થયા બાદ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રામાં ભાજપના નેતાઓ વચ્ચે જૂની અદાવતમાં લાફાવાળી થઈ છે. ત્યારે ગઈ રાતે થયેલી મારામારીની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જે બાદ આ મામલે ચર્ચાઓ ઉઠી છે.
ભાજપના નેતાઓ વચ્ચે બબાલ
મુન્દ્રામાં ભાજપના નેતાઓ વચ્ચે જૂની અદાવતમાં મારામારી થઈ. મુન્દ્રાના પૂર્વ સરપંચ અને ભાજપના નેતા ધર્મેન્દ્ર જેસરના ઘરે જઈને એક શખ્સે લાફાવાળી કરી હોવાનું સામે આવ્યું છે. હુમલો કરનારા શખ્સો પણ ભાજપના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. માહિતી અનુસાર, બંને વચ્ચે કોઈ જૂની અદાવત હતી, જેને લઈને મારામારી થઈ. મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે.
કચ્છના મુન્દ્રામાં ભાજપના જ નેતાઓ વચ્ચે મારામારી, CCTVમાં જુઓ ઘરે જઈને કરી લાફાવાળી
(જૂની અદાવતને લઇ કચ્છના મુન્દ્રામાં પૂર્વ સરપંચ અને ભાજપના નેતા ધર્મેન્દ્ર જેસરના ઘરે જઈને એક શખ્સે લાફાવાળી કરી હતી. જેના CCTV સામે આવ્યાં છે. જોકે હુમલો કરનારા શખ્સો ભાજપના જ સભ્ય હોવાનું… pic.twitter.com/1GmwtyHGeI
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 26, 2024
ઘટનાના CCTV સામે આવ્યા
CCTVમાં દેખાઈ રહ્યું છે કે મોડી સાંજે જેસર તેમના ઘરે હતા, એ દરમિયાન હુમલો કરનારા શખ્સો તેમના આંગણામાં જાળી ખોલીને ડોરબેલ વગાડી હતી. આ પછી થોડી સેકન્ડો બાદ અંદરથી ઘરનો દરવાજો ખોલાવ્યો હતો. દરવાજો ખુલ્યા બાદ થોડી વાતચીત બાદ હુમલાખોર શખ્સે સામાન્ય વાતચીત પણ કરી હતી. આ પછી હુમલાખોરે ધર્મેન્દ્ર જેસર પર હાથ ઉપાડયો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. ધર્મેન્દ્ર જેસર સાથે લાફાવાળી કર્યા બાદ જતા-જતા પણ હુમલાખોરે હાથથી ઈશારા કરીને ધમકી આપી હોય એવું દેખાઈ રહ્યું છે.
ત્યારે આ સમગ્ર મામલે ભોગ બનનાર મુન્દ્રાના પૂર્વ સરપંચ અને ભાજપના નેતા ધર્મેન્દ્ર જેસરે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે જણાવ્યું હતું કે તેઓ આગળની તપાસ હાથ ધરશે.