જસદણ તાલુકાના કનેસરા ગામે 3500 વર્ષ પુરાણુ મંદિર આવેલુ છે પ્રજાના હિત ખાતર રાજાએ તળાવનું ખોદકામ કરાવ્યુ ત્યારે સ્વયંભૂ પ્રસન્ન થયુ હતુ કંનનાથ મહાદેવનું શિવલિંગ. જસદણથી 16 કિલોમીટરના અંતરે કનેસરા ગામથી બે કિલોમીટર દૂર હરિયાળા જંગલ વિસ્તારમાં નદી કાંઠે કંનનાથ મહાદેવ બિરામાન છે. જસદણ તાલુકાના કનેસરા ગામ પાસે 3500 વર્ષ પૌરાણિક મંદિર આવેલુ છે. કનેસરાથી બે કિલોમીટરના અંતરે હરિયાળા જંગલ વિસ્તારમાં નદી કિનારે બિરાજમાન છે કંનનાથ મહાદેવ. વર્ષોથી કનેસરામાં બિરાજમાન કનંનાથ મહાદેવજીના મંદિરનો ઈતિહાસ રોચક છે. મહાદેવજીના મંદિરે દૂરદૂરથી ભાવિકો દર્શન કરવા આવે છે અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અહેસાસ કરે છે.
જસદણના કનેસરા ગામે 3500 વર્ષ પુરાણુ મંદિર
આશરે 3500 વર્ષ પહેલા વર્તમાનું કનેસરા ગામ કંકાવટી નગરી નામનું નગર હતું અને તે નગરના રાજા કનકસિંહ ચાવડા હતા. રાજાએ પ્રજાની સુખાકારી માટે તળાવ બનાવવાનું નક્કી કર્યું અને તળાવનું ખોદકામ શરૂ કર્યું ત્યારે ત્રિકમના પહેલા ઘા માં ગંગાજળની ધારા, બીજા ઘા માં દૂધની ધારા, અને ત્રીજા ઘા માં લોહીની ધારા છુટી હતી. કનકસિંહ રાજાએ મજૂરોને કહ્યું કે આમાં શિવલિંગ હોય તેવું લાગે છે એટલે રાજા ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભોળાનાથ તમે લોહીની ધારા બંધ કરાવો હું અહીંયા તમારું મંદિર બનાવીશ અને તે મંદિરનું નામ કંનનાથ મહાદેવ રાખીશ.
સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે
એક લોકવાયકા પ્રમાણે 1979માં કનેસરા ગામમાં બે કોમ વચ્ચે ધિંગાણું થયું હતું ત્યારે એસઆરપીની ટુકડી તૈનાત કરવામાં આવી હતી આ ટુકડીનો એક યુવક મધ્યપ્રદેશમાં હતો ત્યારે તેને ભોળાનાથ સ્વપ્નમાં આવ્યા હતા અને આશીર્વાદ આપી તેની મનોકામના પૂર્ણ કરી હતી. અને જ્યારે તે યુવક કનેસરામાં આવ્યો ત્યારે પણ તેને ભોળાનાથ ફરી સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યુ કે તુ મારા ગામમાં આવી ગયો છે તો દૂધનો અભિષેક કરી જા. મહાદેવજી જંગલ વિસ્તારમાં નદી કાંઠે રળિયામણી જગ્યા પર બિરાજે છે. મંદિરે દર્શને આવતા ભાવિકો સુંદર પ્રાકૃતિક શુદ્ધ વાતાવરણમાં મહાદેવના દર્શન કરીને અલૌકિક અહેસાસ કરે છે. દર શ્રાવણ માસે મહાદેવના મંદિરે મેળાનું આયોજન કરવામાં આવે છે દૂરદૂરથી ભાવિકો મેળાની મોજ માણી બાબાના દર્શન કરી ભોળાનાથના સાનિધ્યમાં આખો દિવસ પસાર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરી ઘરે જાય છે.
કનેસરાના ગ્રામજનોને મહાદેવજી પર છે અતૂટ શ્રદ્ધા
કનેસરા ગામના ગ્રામજનોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે વર્ષોથી ભોળેનાથ ગામના રક્ષક છે. કંનનાથ મહાદેવના મંદિરે વર્ષ દરમ્યાન આવતા દરેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને સૌ ગ્રામવાસીઓ મંદિરે કરવામાં આવતા દરેક ધાર્મિક આયોજનમાં ખભેખભા મિલાવી નિસ્વાર્થ ભાવે સેવા આપે છે જેને તે ભોળાની ભક્તિ કર્યાની લાગણીનો અહેસાસ કરી ધન્ય થાય છે. દર સોમવારે ભોળાનાથને થાળ ધરાવવામાં આવે છે સૌરાષ્ટ્રભરમાંથી કંનનાથ મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. કનેસરા ગામની આજુબાજુના ગામના લોકો મહાદેવજીના દર્શન કરવા પગપાળા આવે છે અને કનંનાથ મહાદેવ તેમના દર્શને આવતા દરેક ભાવિકોની મનોકામના આશીર્વાદ આપી પૂર્ણ કરે છે