ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ. આજે આ મેચનો બીજો દિવસ છે. આ મેચમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 150 રનમાં સમેટાઈ ગઈ હતી. તો ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ 104 રનમાં સમેટાઈ ગઈ. પહેલી ઈનિંગમાં ભારતને 46 રનની લીડ મળી છે. ઓસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટ મિચેલ સ્ટાર્કના રૂપમાં પડી, જે 26 રન બનાવીને હર્ષિત રાણાના બોલ પર રિષભ પંતના હાથે કેચ આઉટ થઈ ગયો. જસપ્રીત બુમરાહે ભારત માટે પહેલી ઈનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લીધી. હર્ષિત રાણાએ ત્રણ વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ ‘મહાસીરીઝ’માં કુલ 5 મેચો રમાવાની છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું.