સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થયા હોય છે, જેમાં કેટલાક વિડીયો તો ખરેખર ચોંકાવનારા હોય છે. આ તરફ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક શ્વાન પર ક્રૂરતાનો આવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને બધા દંગ રહી ગયા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે યુવકો શ્વાનના બંને પગ દોરડા વડે બાંધીને રસ્તા પર ખેંચી જતા જોવા મળે છે. શ્વાન પોતાનો જીવ બચાવવા તડપતો રહ્યો પણ યુવકને સહેજ પણ દયા ન આવી. આ તરફ શ્વાનને ઘણા કિલોમીટર સુધી ઢસડીને લઈ જતાં શ્વાનનું દર્દનાક મૃત્યુ થયું હતું.
શ્વાનરાના દર્દનાક મોતનો આખો મામલો કન્નૌજ જિલ્લાના ઈન્દરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં આવી ઘટના CCTVમાં કેદ થઈ છે જેને જોઈને માનવતા પણ શરમાઈ ગઈ છે. એક શ્વાન સાથે થયેલી ક્રૂરતાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બાઇક પર સવાર બે યુવકો શ્વાનને દોરડાની મદદથી ખેંચી રહ્યા છે.
कन्नौज- कुत्ते के साथ मोटर साइकिल सवार युवक ने क्रुरत की हदे की पार,रस्सी से बांधकर मोटर साइकिल से कई किलोमीटर तक युवक ने कुत्ते को घसीटा, कुत्ते की तड़प तड़प कर हुई मौत,पशु के साथ दरिंदगी का दर्दनाक वीडियो हुआ वायरल, इंदरगढ़ थाना क्षेत्र का मामला @Uppolice @dgpup @dmkannauj1 pic.twitter.com/8WguOwpk6O
— Devendra'Kumar(देवेन्द्र कुमार) (@DevendraKasganj) October 26, 2024
અત્યંત પીડામાં મૃત્યુ પામ્યો શ્વાન
યુવકે પહેલા શ્વાન ના બંને પગ દોરડા વડે બાંધ્યા હશે અને પછી દોરડાનો બીજો ભાગ તેમની બાઇક સાથે બાંધી દીધો હશે. આ પછી બંને યુવાનોશ્વાન ને કેટલાય કિલોમીટર સુધી ખેંચી ગયા. શ્વાને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દોરડું એટલું સજ્જડ બાંધેલું હતું કે તે છટકી શક્યો નહીં અને થોડે દૂર ગયા પછી તે વેદનામાં મૃત્યુ પામ્યો. આ તરફ હવે શ્વાનના મૃત્યુ પછી બંને યુવાનોએ તેની લાશને રસ્તા પર ફેંકી દીધી અને ભાગ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો.
પશુ ક્રૂરતા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
ઘટના અંગે માહિતી આપતા ઈન્દરગઢ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પારુલ ચૌધરીએ જણાવ્યું કે પ્રાણી સાથે દુષ્કર્મનો એક વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે. વિડીયો તપાસી રહ્યા છીએ. આ ઘટના ક્યાં બની તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે સમગ્ર મામલાની તપાસ બાદ પશુ ક્રૂરતા એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.