આ વર્ષે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું યજમાન છે. જોકે આ ટુર્નામેન્ટ ક્યાં યોજાશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ભવિષ્યને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. આ વચ્ચે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મહામુકાબલો રમાશે.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. જો કે, આજે (30 નવેમ્બર) ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક ટક્કર થવા જઈ રહી છે. આજે અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમની પાકિસ્તાનની ટીમ સાથે ટક્કર થશે. ભારતીય સમય અનુસાર આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સવારે 10.30 વાગ્યાથી શરુ થશે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યું
આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ રહી છે. જેમાં ભારતને પાકિસ્તાન, જાપાન અને યજમાન UAEની સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવ્યું છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ ગ્રુપ Aમાં છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ મેચ 6 ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ ફાઈનલ 8મી ડિસેમ્બરે યોજાશે. આ ટૂર્નામેન્ટની મેચો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ અને શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે.
8️⃣ 𝐭𝐞𝐚𝐦𝐬, 1️⃣ 𝐝𝐫𝐞𝐚𝐦 🙌
The stage is set, and the captains are ready to lead their teams to glory! Who will conquer and claim the trophy? 🏆#ACC #ACCMensU19AsiaCup pic.twitter.com/f4DevYQ5qe
— AsianCricketCouncil (@ACCMedia1) November 28, 2024
તમામની નજર 13 વર્ષના વૈભવ પર રહેશે
મોહમ્મદ અમાનના નેતૃત્વમાં ભારતીય ટીમ નવમી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીતવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સૌથી પહેલા તેના માટે પાકિસ્તાન સામેની મેચમાં જોરદાર પ્રદર્શન કરવું જરૂરી રહેશે. પાકિસ્તાન સામેની મેચમાં તમામની નજર 13 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે, જેણે IPL 2025ની મેગા ઓક્શનમાં ઈતિહાસ રચ્યો હતો.