ચર્ચા ચાલી રહે છે કે, રિષભ પંતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની પૂરેપૂરી તક મળશે. જણાવી દઈએ કે, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ભારત તેનો પ્રથમ મુકાબલો 20 ફેબ્રુઆરીના રોજ રમશે. એવામાં ભારતીય ટીમની નજર તેના સ્ટાર વિકેટ કીપર રિષભ પંત પર રહેશે. રિષભ પંત પાસે એક સુવર્ણ તક છે કે, તે ઈંગ્લેન્ડ સામે સારું પ્રદર્શન કરે અને વન-ડેમાં પોતાનું ફોર્મ પરત મેળવે.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના મેગા ઈવેન્ટ પહેલા ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 3 મેચની વન-ડે સિરીઝ રમવાની છે. એવામાં ભારતીય ફેન્સ અને ભારતીય ટીમ મેનેજમેન્ટની નજર રિષભ પંત પર અવશ્ય રહેશે. આમ જોવા જઈએ તો ભારતીય ટીમનું પ્રદર્શન હાલ કઈ ખાસ નથી રહ્યું. ન્યુઝીલેન્ડ સામે 3-0 નું વ્હાઇટવોશ થયું અને ત્યાર બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ 3-1 થી કારમી હાર મળી. જો કે, ટીમ ઈન્ડિયા હવે આ બધુ ભૂલીને એક નવી શરૂઆત કરવા મેદાનમાં ઉતરશે. બીજું કે, ભારતીય ટીમનું હવે સંપૂર્ણ ફોકસ ચેમ્પિયન્સ ટ્રોફી પર જીત મેળવવાનું હશે.
આવનારા દિવસોમાં ભારતીય ટીમ જલ્દી જ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેના સ્ક્વોડની જાહેરાત કરશે. એવામાં એક નામ એવું છે, જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે અવશ્યપણે પસંદગી પામશે. આ નામ બીજા કોઈનું નહીં પરંતુ ભારતના સ્ટાર બેટ્સમેન રિષભ પંતનું છે.
વાત કરીએ રિષભ પંતના વન-ડે કરિયર પર તો તેનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તેણે 31 વન-ડે મેચ રમી છે અને તેની એવરેજ 33.5ની છે. રિષભ પંતના વન-ડે કરિયરમાં તેણે 871 રન ફટકાર્યા છે, જેમાં તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે. માનવામાં આવી રહ્યું છે કે, રિષભ પંત હજુ સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શક્યો નથી.
રિષભ પંતનું જ્યારે એક્સિડન્ટ બાદ ક્રિકેટમાં પુનરાગમન થયું, ત્યારે તેણે પોતાની કમબેક મેચમાં ફક્ત 6 રન જ કર્યા હતા. હાલની વાત કરીએ તો, રિષભ પંત ભારતીય ટીમનો ફર્સ્ટ ચોઇસ વિકેટ કીપર છે અને એવામાં રિષભ પંતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન મળવું લગભગ સંભવ છે. જો રિષભ પંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રદર્શન ખાસ નહીં કરે તો ટીમ મેનેજમેન્ટ અવશ્ય રીતે બીજા કોઈ વિકેટ કીપર બેટ્સમેનને તક આપશે તેવી સંભાવના છે.