આજનું સેશન ભારતીય શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે સાબિત થયું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં ભારે વેચવાલીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 80000 ની નીચે સરકી ગયો છે અને મિડકેપ શેરો અને સ્મોલ કેપ શેરોમાં પણ ઘટાડો થયો છે. આજના સત્રમાં રોકાણકારોને રૂ. 6 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. બજાર બંધ થયા બાદ સેન્સેક્સ 663 પોઈન્ટ ઘટીને 79,402 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 218 પોઈન્ટ ઘટીને 24,180 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
વધતા અને ઘટતા શેર
આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 10માં તેજી સાથે જ્યારે 20માં ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જે તેના ખરાબ પરિણામોને કારણે 18.79 ટકા ઘટીને બંધ થયો હતો. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.56 ટકા, L&T 3.01 ટકા, NPTC 2.73 ટકા, અદાણી પોર્ટ્સ 2.33 ટકા, મારુતિ 2.14 ટકા ઘટીને બંધ થયા છે. વધતા શેરોમાં ITC 2.24 ટકાના વધારા સાથે, એક્સિસ બેન્ક 1.85 ટકાના વધારા સાથે, HUL 0.96 ટકાના વધારા સાથે, સન ફાર્મા 0.53 ટકાના વધારા સાથે, ICICI બેન્ક 0.51 ટકાના વધારા સાથે બંધ થયા છે.
રોકાણકારોને રૂ. 6 લાખ કરોડનું નુકસાન
આજે પણ શેરબજારમાં ભારે વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 437.76 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂ. 444 લાખ કરોડની નજીક હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 6 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.
સેક્ટરોલ અપડેટ
આજે સૌથી વધુ ઘટાડો બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, ઓઈલ એન્ડ ગેસ એનર્જી, મીડિયા અને મેટલ્સ સેક્ટરના શેરમાં જોવા મળ્યો છે. માત્ર ફાર્મા અને એફએનસીજી સેક્ટરના શેર જ ઉછાળા સાથે બંધ થયા છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1071 પોઈન્ટના ઘટાડા સાથે અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 401 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા છે.