રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોના હવામાનને લઇ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીએ ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. જેઓના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 50 કિલોમીટર ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાની શક્યતા રહેતા દરિયા કિનારે પવન ફૂંકાશે.
આંધી-વંટોળનું પ્રમાણ વધે તેવી આગાહી
વધુમાં અંબાલાલ પટેલએ જણાવ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ જવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરી ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. આંધી-વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે.
ગુજરાતનું હવામાન આગામી છ દિવસ કેવું રહેશે
બીજી તરફ ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી છ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કેવો ફેરફાર થશે તે અંગેની આગાહી નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, આગામી છ દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. હાલ સિઝન બદલાઈ રહી છે. જેના કારણે થોડી ગરમીનો અનુભવ થશે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જ છે.