દિલ્હી વિધાનસભાની ચુંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 5મી ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર છે અને 8મીએ પરિણામ જાહેર થશે. તમામ રાજકીય પક્ષોએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રાજકીય પક્ષો સતત પ્રચાર કરી રહ્યા છે. હવે આ ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. નોંધનિય છે કે, 70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલાં નવા ગૃહની રચના માટે ચૂંટણી યોજાવાની છે. દિલ્હીમાં પરંપરાગત રીતે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાતી રહી છે.
દિલ્હીની 70 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. ચૂંટણી પંચે માહિતી આપી કે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ મતદારો છે. 83 લાખથી વધુ પુરૂષ મતદારો છે. 13 હજાર 33 મતદાન મથકો છે.
#WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK
— ANI (@ANI) January 7, 2025
શેડ્યૂલ જાહેર કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, હું તમામ મતદારોને લોકશાહીના મહાન તહેવારમાં ભાગ લેતા રહેવાની અપીલ કરું છું. 2024માં 8 રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. અમે 99 કરોડ મતદારો બનવાના છીએ. આ ખુશીની વાત છે. નવા વર્ષમાં પ્રથમ ચૂંટણી રાજધાની દિલ્હીમાં છે. સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ અહીંથી થાય છે. દરેક વિસ્તારના લોકો અહીં મળે છે. દિલ્હી આ વખતે પણ દિલથી મતદાન કરશે.
EVM ફૂલપ્રૂફ ઉપકરણ : CEC
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, EVM એક ફૂલપ્રૂફ ઉપકરણ છે. EVMમાં વાયરસ પ્રવેશી શકતો નથી. ચૂંટણીમાં પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, EVM સાથે છેડછાડની વાતમાં કોઈ યોગ્યતા નથી. કોર્ટે સ્વીકાર્યું છે કે EVM હેક થઈ શકે નહીં. પરંતુ EVM પર શંકા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચૂંટણીના સાત-આઠ દિવસ પહેલા EVM તૈયાર થઈ જાય છે. એજન્ટની સામે EVM સીલ કરવામાં આવે છે. મતદાન બાદ EVM સીલ કરવામાં આવે છે. EVMમાં ગેરકાનૂની મત હોવાની કોઈ શક્યતા નથી. EVMની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે.
Over 13,000 Polling Stations, 100 % webcasting !
Urban voters please show up and vote!
Details in image#DelhiElections2025 pic.twitter.com/au6mRt6BEd— Election Commission of India (@ECISVEEP) January 7, 2025
આ તારીખે વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થશે
70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. જો છેલ્લી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2020માં પણ દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. સતત 15 વર્ષ સુધી દિલ્હીમાં શાસન કરનાર કોંગ્રેસને છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને તે એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે. 2020ની ચૂંટણીમાં AAPએ 70માંથી 62 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ આઠ બેઠકો જીતવામાં સફળ રહી હતી.
આખરી મતદાર યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધ વચ્ચે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી જાહેર કરતી વખતે, ભારતના ચૂંટણી પંચે જણાવ્યું હતું કે કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાયેલા છે. તેમાંથી 84 લાખ 49 હજાર 645 પુરૂષ મતદારો છે જ્યારે 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારો છે.
Electoral Rolls – a product of transparency and participation.
Political parties are involved at each and every stage of preparation of #VoterList
Full disclosure, opportunity to object.In deletions or additions, Due Process followed rigorously#DelhiElections2025 pic.twitter.com/x9mEFYiVNR
— Election Commission of India (@ECISVEEP) January 7, 2025
આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
4 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભાના સાંસદો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાએ જામનગર હાઉસ ખાતે નવી દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટને મળ્યા હતા અને કથિત મતદારોના નામો કાઢી નાખવા સામે ફરિયાદ નોંધાવી હતી. નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીના X એકાઉન્ટમાંથી એક પોસ્ટ શેર કરીને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યસભાના સાંસદ સંજય સિંહનો આરોપ કે જિલ્લા ચૂંટણી અધિકારી (DEO), નવી દિલ્હીએ વાંધો ઉઠાવનારાઓની વિગતો પ્રદાન કરી નથી અને દાવો કર્યો છે કે, DEO જાણી જોઈને મતદાર યાદીમાંથી મતદારોના નામ દૂર કરી રહ્યા છે. આ તથ્ય નથી. સાચું નથી અને પાયાવિહોણું છે.