દક્ષિણ આફ્રિકામાં SA20 લીગ ચાલી રહી છે જેમાં ભારતના દિગ્ગજ વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે મોટી હિટ બનાવી છે. બુધવારે પાર્લ રોયલ્સ અને MI કેપટાઉન વચ્ચે મેચ રમાયેલી હતી જે દરમિયાન દિનેશ કાર્તિકે તેના અદ્ભુત કેચથી અત્યારે ચર્ચામાં આવ્યો છે. 39 વર્ષની ઉંમરે દિનેશ કાર્તિકે આ કેચ લેવામાં કોઇ પણ ખચકાટ અનુભવ્યો ન હતો. દિનેશ કાર્તિકે કેચ લેતા જ તમામ દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
દિનેશ કાર્તિકે એવો અદ્ભુત કેચ લીધો જેણે ક્રિકેટ ચાહકો અને કોમેન્ટેટર્સને આશ્ચર્યચકિત કરી દીધા. દિનેશ કાર્તિકે પોતાના સેફ હેન્ડ માટે પ્રખ્યાત છે, તેણે સાબિત કર્યં છે કે શા માટે તેને ક્રિકેટમાં શ્રેષ્ઠ વિકેટકીપર માનવામાં આવે છે. આ અદ્ભુત કેચ કેપટાઉનની ઇનિંગ્સની પાંચમી ઓવરમાં લીધો હતો. MI કેપ ટાઉન ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈએ દયાન ગાલીમથી ઓન-સાઇડમાં ટૂંકી-લંબાઈની બોલને ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો. આ પછી બોલ અઝમતુલ્લા ઉમરઝાઈના બેટની જાડી ધાર લઈને વિકેટકીપર તરફ ગયો.
સ્ટમ્પની પાછળ ઉભેલા દિનેશ કાર્તિકે પોતાના જમણા હાથ તરફ ડાઇવ કરીને હવામાં ઉડતા બોલને પકડ્યો હતો. દિનેશ કાર્તિકે તેની બેજોડ બુદ્ધિ બતાવી અને એક શાનદાર કેચ લીધો. અઝમતુલ્લા ઓમરઝાઈની ઈનિંગ્સ 11 બોલમાં 13 રન પર સમાપ્ત થઈ ગઈ હતી.
દયાન ગાલીમને એક વિકેટ મળી હતી અને પાર્લ રોયલ્સને શરૂઆતમાં સફળતા મળી હતી. તમને જણાવી દઈએ કે આ મેચમાં પાર્લ રોયલ્સ ટીમે એમઆઈ કેપટાઉનને 6 વિકેટથી હરાવ્યું હતું. હવે દિનેશ કાર્તિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Is it a 🦅? Is it a ✈️? It's DK 🤯
Dinesh Karthik's stunning catch gives #PaarlRoyals their 1st wicket!
Keep watching the #SA20 LIVE on Disney + Hotstar, Star Sports 2 & Sports18 2!#PRvMICT pic.twitter.com/3QilKUKi7r
— JioCinema (@JioCinema) January 15, 2025
દિનેશ કાર્તિકનો રેકોર્ડ
દિનેશ કાર્તિકે 2004માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યા બાદ 26 ટેસ્ટ રમી જેમાં તેણે 1025 રન બનાવ્યા. તેણે 57 કેચ લેવા ઉપરાંત છ સ્ટમ્પ પણ બનાવ્યા. તેણે તેની છેલ્લી ટેસ્ટ 2018માં રમી હતી. વનડેમાં, તેણે 2004 થી 2019 વચ્ચે 94 મેચોમાં 1752 રન બનાવ્યા અને 64 કેચ અને સાત સ્ટમ્પિંગ કર્યા. દિનેશ કાર્તિકે 2006માં સૌથી ટૂંકા ફોર્મેટમાં ડેબ્યૂ કર્યા બાદ ભારત માટે તેની છેલ્લી મેચ 2022 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે રમી હતી. દિનેશ કાર્તિકે 60 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 686 રન બનાવ્યા અને 30 કેચ અને આઠ સ્ટમ્પિંગ કર્યા.