સોશિયલ મીડિયા પર ખાલી માણસોના જ વિડીયો વાયરલ થાય છે એવું નથી, સોશિયલ મીડિયા પર હવે ઓફિશિયલ પેટ્સના એકાઉન્ટ હોય છે અને તેના પર તેમના વિવિધ વીડિયો રમતો, દોડતો વગેરે અપલોડ થતાં હોય છે. પણ હાલમાં જે વીડિયો વાયરલ થયો છે તેમ એક કૂતરું સ્કાઈ ડાઈવિંગ કરતું નજર આવી રહ્યું છે.
સ્કાઈ ડાયવીંગ કરતું શ્વાન
વીડિયોમાં દેખાય છે તેમ એક કૂતરું આકાશમાં ઊડી રહ્યું છે. કૂતરું સ્કાઈ ડાઈવિંગ કરી રહ્યું છે. પહેલી નજરે જોતાં એવું જ લાગે કે ખરેખર એક કૂતરું આકાશમાં તરી રહ્યું છે પણ આ વીડિયો ઓરીજનલ નથી, આ વીડિયોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવાયો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આઅને સાચું માણી રહ્યા છે અને આના પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
AI જનરેટેડ વીડિયો
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @davidtrewern નામના આઈડીથી શેર થયો છે. આ AI જનરેટેડ વીડિયોને અત્યાર સુધીમાં કરોડો લોકો જોઈ ચૂક્યા છે. એક યુઝરે કહ્યું કે, “વડીલો તો આને સાચું જ માની લેશે” તો અન્ય એકે કહ્યું કે, “ભાઈ, આ તો એકદમ અસલી લાગે છે” . લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે આ AI જનરેટેડ છે પણ લોકોને તે જોવાની મજા આવી રહી છે તે વાત નક્કી.