છોટાઉદેપુર પોલીસે ડૂબતા દંપતીને બચાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં જિલ્લાની નર્મદા કેનાલમાં પતિ-પત્ની ડૂબી રહ્યા હતા. આ સમયે LCB PSI, ASIનુ ધ્યાન જતા બંનેને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
છોટાઉદેપુર: LCBના PSI અને ASIએ નર્મદા કેનાલમાં ડૂબતા દંપતીને બચાવ્યું#chhotaudaipur #chhotaudaipurpolice #lcb #PSI #ASI #narmadacanal #drowning #viralvideo #vtvgujarati pic.twitter.com/tmQsqYqNTv
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 23, 2025
જેમાં પોલીસે સ્થાનિકોની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં પોલીસને બચાવ બચાવની બૂમો સાંભળતા પોલીસનું ધ્યાન ગયુ હતું.
જે બાદ હાજર તમામ પોલીસકર્મીઓએ આસપાસના સ્થાનિકોની મદદથી અને પોલીસે ગાડીમાં રાખેલ બ્લેન્કેટનો ઉપયોગ કરીને દંપતીને બહાર કાઢ્યા હતા.
