રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો સંપૂર્ણ અંત ક્યારે આવશે? આ પ્રશ્નનો જવાબ કોઈને ખબર નથી, પરંતુ ઘણા દેશો આ યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત પણ તેમાંથી એક છે, જ્યારે અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરીને યુદ્ધ અંગે ચર્ચા કરી હતી અને જરૂરી સલાહ પણ આપી હતી.
અહેવાલો અનુસાર ટ્રમ્પે ગુરુવારે પુતિનને તેમના ફ્લોરિડા રિસોર્ટમાંથી ફોન કર્યો હતો. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેનમાં યુદ્ધ ન વધારવાની સલાહ આપી હતી. રિપોર્ટ અનુસાર યુક્રેનની સરકારને રશિયા સાથેના કથિત કોલ અંગે જાણ કરવામાં આવી હતી. જો કે યુક્રેનના વિદેશ મંત્રાલયે આ વાતને નકારી કાઢી છે.
ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીત એવા સમયે થઈ જ્યારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ થોડા દિવસ પહેલા જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન એલોન મસ્ક પણ ટ્રમ્પ સાથે હાજર હતા.
BREAKING: 🇺🇸🇷🇺 President-elect Donald Trump holds phone call with Russia's Vladimir Putin to discuss de-escalating the war in Ukraine. pic.twitter.com/2pDW1vARaE
— BRICS News (@BRICSinfo) November 10, 2024
રિપોર્ટ અનુસાર ટ્રમ્પ, મસ્ક અને ઝેલેન્સકી વચ્ચે લગભગ અડધા કલાક સુધી ફોન પર વાતચીત થઈ હતી. ઝેલેન્સકી તરફથી અભિનંદન મળ્યા બાદ ટ્રમ્પે તેમને કહ્યું કે તેઓ યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં યુદ્ધ ખતમ કરી દેશે. જો કે, આ યુદ્ધ કેવી રીતે પૂર્ણ કરશે તેની વિગતો આપી ન હતી. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા માટે હજુ લગભગ બે મહિના બાકી છે. જો કે આ પહેલા તેઓએ દેશ-વિદેશના મુદ્દાઓ ઉકેલવાની તૈયારી શરૂ કરી દીધી છે.