આજકાલના યુવાનોને રીલ બનાવવાનું ભૂત એવું ભૂત ચઢ્યું છે કે તે પોતાની સુરક્ષાને પણ નજરઅંદાજ કરે છે. કેટલાક લોકો ખતરનાક જગ્યાએ કે પછી ચાલતી ટ્રેન નજીક જઈને વિડીયો બનાવવાનો પ્રયાસ કરતાં હોય છે, જેથી તેઓ દુર્ઘટનાનું જોખમ વધી જાય છે. તાજેતરમાં જ એક એવો જ વિડીયો વાયરલ થયો, જેમાં અમુક છોકરાઓ રેલના પાટાની એકદમ નજીક જઈને રીલ બનાવવાનું શરૂ કરે છે. પરંતુ પછીની જ ક્ષણે જે થયું તે જોઈને તમારો પણ આત્મા ધ્રુજી ઉઠશે. આ ફકત વાયરલ વિડીયો કે ખબર નથી, પરંતુ એક ગંભીર મુદ્દો બની ગયો છે.
વાયરલ થતો વિડીયો બાંગ્લાદેશના રંગપુરનો જણાવે છે, જ્યાં સિંગમારા પુલ પર એક ખૂબ દુ ખદ ઘટના ઘટી. અહીં રેલવે ટ્રેકને બાજુમાં ઊભા યુવક ટિકટોક વિડીયો બનાવી રહ્યા હતા, ત્યારે જ એક ટ્રેન આવે છે અને તેમણે ઝડપી લે છે. વિડીયોમાં તમે જોઈ શકશો કે પાટાના કિનારે અમુક યુવકો મસ્તી કરી રહ્યા છે. તેના પછી જ્યારે ટ્રેન પાટા પર આવે છે, છોકરા વિરુદ્ધ દિશામાં ઉભા રહીને સેલ્ફી વિડીયો બનાવાનું શરૂ કરે છે.
While Making Tiktok Videos A Train Hits the guy in Bangladesh
https://t.co/06kZEovLGn— Ghar Ke Kalesh (@gharkekalesh) October 27, 2024
પરંતુ છોકરાઓને થોડો પણ અંદાજો ન હતો કે તેઓ ટ્રેનની ઝપટમાં આવી જશે. આ તો સારું છે કે આ ઘટનામાં કોઈનો જીવ ન ગયો, પરંતુ યુવક ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થઈ ગયા. આને સોશિયલ સાઇટ એક્સ પર @iSoumikSaheb હેન્ડલથી શેયર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 7 લાખથી પણ વધુ વાર જોવામાં આવ્યો છે.
એક યુઝરે કોમેન્ટ કરી, આ તો મૂર્ખામીની હદ છે, બીજા યુઝરનું કહેવું છે કે, ટિકટોક પર ફેમસ થવાના ચક્કરમાં પોતાના જીવ સાથે રમી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, વિડીયો જોઈને હવા ટાઈટ થઈ ગઈ.