ગૌતમ ગંભીર ફરી એક વખત ચર્ચામાં છે તેનું કારણ છે પૂર્વ ભારતીય ક્રિકેટરે હેડ કોચ પર નિશાન સાધતા એક ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. અગાઉ પણ અનેક ક્રિકેટરોએ હેડ કોચ ગૌતમ ગંભીરના કોંચિગને લઈને સવાલો ઉભા કર્યા છે ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટરે ગૌતમ ગંભીરના કોચિંગ પર આકરા પ્રહાર કર્યા છે. પૂર્વ ક્રિકેટરો તો ત્યા સુધી કહી દીધુ કે ‘ગૌતમ ગંભીરને પીચ રીડ કરતા પણ નથી આવડતું’.
‘ગંભીર પાસે ક્રિકેટનું કોઈ જ્ઞાન નથી’
ભારત માટે ફક્ત 12 ટેસ્ટ રમેલા અને 3 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમેલા મનોજ તિવારીએ ગૌતમ ગંભીરને લઈને એક વિવાદિત નિવેદન આપી દેતા ક્રિકેટમાં ફરી એકવાર કોચિંગને સ્ટાઈલને લઈને ચર્ચા છંછેડાઈ ગઈ છે. મનોજ તિવારએ એક મીડિયા ચેનલને ગૌતમ ગંભીર વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘સીડની ટેસ્ટમાં પીચ રીડ કરવામાં કોચ અને કેપ્ટન ફેલ રહ્યા. બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી, પર્થમાં અશ્વિનની જગ્યાએ સુંદરને રમાડવો એ મૂર્ખ નિર્ણયો હતા જે બતાવે છે કે ગૌતમ ગંભીર પાસે ક્રિકેટનું કોઈ જ્ઞાન નથી’.
PR એજન્સીએ ગૌતમ ગંભીરને લઈને માહોલ બનાવી દીધો
એટલું જ નહીં પણ મનોજ તિવારીએ ત્યા સુધી કહી દીધું હતું કે, ‘IPL જીત્યા બાદ PR એજન્સીએ એવો માહોલ બનાવી દીધો હતો કે ગૌતમ ગંભીરથી સારો કોઈ કોચ નથી, જ્યારે જીતનો શ્રેય હેડ કોચ ચંદ્રકાન્ત પંડિતને મળવો જોઈતો હતો’. આ ઉપરાંત મનોજ તિવારીએ કહ્યું કે, ‘અશ્વિનના રિટાયરમેન્ટની પાછળ પણ કોચનો હાથ છે કારણકે એક સીનિયર ખેલાડીને હેંડલ કરી ન શક્યા’.
ગંભીરના કોચ પદ હેઠળ ભારતીય ટીમનું પ્રદર્શન
નોંધનીય છે કે, ગૌતંમ ગંભીરે જુલાઈ 2024થી ભારતીય ટીમનું હેડ કોચ પદ સંભાળ્યું હતું. આ પછી ભારતીય ટીમે પહેલા ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં 0-3થી તેમજ ઓસ્ટ્રેલિયા પ્રવાસે 5 ટેસ્ટની સીરિઝમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો છે.