રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે ગરમી જ્યારે રાતે ઠંડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ
રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. હાલ ઉત્તર-પશ્ચિમ-ઉતરના પવન ફૂંકાઈ રહ્યા છે
અમદાવાદમાં 13.8 જ્યારે નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહે હવામાન ખાતાનું અનુમાન છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેવાનું છે અનુમાન છે.
દેશના હવામાનને લઇને શું કહ્યું અંબાલાલે ?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.
11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
આઇએમડીના જણાવ્યા અનુસાર ફેબુ્રઆરીના અંતિમ સપ્તાહમાં અથવા માર્ચની શરૃઆતમાં તાપમાનમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળશે. દક્ષિણના રાજ્યોમાં અત્યારથી જ તાપમાન સામાન્યથી વધારે નોંધવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે આ રાજ્યોમાં ફેબુ્રઆરીમાં તાપમાન ૩૦ થી ૩૨ ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. જ્યારે આ વખતે આ રાજ્યોમાં ફેબુ્રઆરીમાં તાપમાન ૩૩ થી ૩૭ ડિગ્રી સુધી જોવા મળ્યું છે.