આજકાલ લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા ક્યારેક જાનવરો સાથે તો ક્યારેક સમજ્યા વિચાર્યા વગર માત્ર ફોલોવર્સ વધારવા માટે બાળકો અને વડીલોને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દેતા હોય છે.
વાયરલ વિડીયો
રોજ સોશિયલ મીડિયા પર અતરંગી વિડીયો વાયરલ થાય છે જેમાં કોઈ અજગરને ચૂમવા જય છે તો કોઈ ટ્રેનમાં તો કોઈ જાહેર જગ્યાએ કઢંગા કપડાં પહરીને નાચતા નજર પડે છે. તો વળી કોઈ વાયરલ થવાની લ્હાયમાં જીવ પણ કોઈ બેસે છે.
લગ્ન કે મજાક?
થોડા મહિનાઓ પહેલા જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ ફોલોવર્સ વધારવા માટે પોતાની લગ્નવિધિથી લઈને છેક ખાનગી બેડરૂમ સુધીના ફોટો પોસ્ટ કરતો જોવા મળ્યો હતો, તો હાલમાં પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નવ પરણિત વરરાજા તેની દુલ્હનને હાથલારીમાં લઈને ચાર રસ્તા પર ફરી રહ્યો છે. તમે આ વાયરલ વિડીયો જોયો કે નહીં?
અત્યારે તો લગ્ન થાય કે સર્કસ કઈ ખબર નહિ પડતી pic.twitter.com/MsvldhKXWd
— Divu Ahir (@Divuahirr) December 14, 2024
“અલ્યા આ શું પાછું નવું આવ્યું”
આ વિડીયો એક (x) ટ્વિટર યુઝર @Divuahirr એ શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે ” અત્યારે તો લગ્ન થાય કે સર્કસ કઈ ખબર નહીં પડતી” આ વિડીયો પર લોકોએ અતરંગી કમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું છે, “સર્કસ મા ડાકલા હોય છે તેવી રીતે લગ્નજીવનમાં વરરાજો છેલ્લે દાખલો બને છે” તો અન્ય એક યુઝરે લખ્યું છે,”વેચવા તો નહીં નીકળ્યો ને આ 😂”, અન્ય કમેન્ટ છે, “માજા મૂકી છે હવે… શાક વેચવાનું બંધ કરી???” આ વિડીયો અમદાવાદનો છે જ્યાં વરરાજા તેની દુલ્હનને હાથલારી પર અમદાવાદ બતાવી રહ્યો છે.