ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું કે મહાકુંભમાં આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે, એવામાં મહાકુંભમાંથી 2 લાખ કરોડ રૂપિયા સુધી રેવન્યૂ જનરેશન વધવાની ધારણા છે. એક કાર્યક્રમમાં સીએમ યોગીએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. આ કાર્યક્રમમાં મહાકુંભથી થનારી આર્થિક અસર વિશે વાત કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 2019 ના આયોજને રાજ્યના અર્થતંત્રમાં 1.2 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ વર્ષે, 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે, ત્યારે મહાકુંભથી આર્થિક વૃદ્ધિમાં 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થવાની અપેક્ષા છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ 2024 માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં, કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુ વારાણસી આવ્યા છે અને 13.55 કરોડથી વધુ ભક્તો અયોધ્યા આવી ચુક્યા છે.
એક અખબારી નિવેદનમાં, મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનાર મહાકુંભ મેળો ભારતની પ્રાચીન સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને વૈશ્વિક સ્તરે મહત્ત્વ આપશે.” મહાકુંભના આધ્યાત્મિક અને સામાજિક મહત્ત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે આ આયોજન ફક્ત ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સામાજિક અને આધ્યાત્મિક એકતાનું પ્રતીક છે. તેમણે મહાકુંભને વિશ્વનું સૌથી મોટું અસ્થાયી શહેર ગણાવ્યું, જેમાં કોઈપણ સમયે 50 લાખથી એક કરોડ ભક્તો આવવાની અપેક્ષા છે.
दिव्य, भव्य और डिजिटल महाकुम्भ 2025
महाकुम्भ 2025 में दुनिया देखेगी आध्यात्मिकता और आधुनिकता का अनूठा संगम है ।।
— MahaKumbh 2025 (@MahaaKumbh) January 8, 2025
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભને એક મુખ્ય આધ્યાત્મિક આયોજન ગણાવ્યું અને કહ્યું કે આ એક ભવ્ય, દિવ્ય અને ડિજિટલ રીતે અદ્યતન મેળાવડો છે, જ્યાં શ્રદ્ધા અને આધુનિકતાનો સંગમ થાય છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ “પૂજ્ય” સંતોના સહયોગથી મહાકુંભની સફળતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે.
મહાકુંભ પહેલા તૈયારીઓ પૂરજોશમાં
અધિકારીઓએ જણાવ્યું કે, “મહાકુંભ પહેલા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સંગમના 12 કિલોમીટર વિસ્તારમાં સ્નાનઘાટ બનાવવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા, બાંધકામ અને સુરક્ષા વધારવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રયાગરાજની મુલાકાતની અપેક્ષાએ, બધા ઘાટ પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.”
देश और दुनिया प्रयागराज महाकुम्भ में आने को उत्सुक है… इस महासमागम का साक्षी देश और दुनिया बनना चाहती है… 144 वर्षों के बाद महाकुम्भ का यह मुहूर्त आ रहा है…: #UPCM श्री @myogiadityanath जी#सनातन_गर्व_महाकुम्भ_पर्व I #MahaKumbh2025 I @MahaKumbh_2025 pic.twitter.com/lqBsqHvyZe
— Information and Public Relations Department, UP (@InfoDeptUP) January 9, 2025
જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “તમામ ઘાટ પર મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક ઘાટ પર એક અલગ પ્રતીક (ડમરુ, ત્રિશૂળ વગેરે) સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. જેથી લોકો તેને ઝડપથી ઓળખી શકે.” નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા છે તેને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સંગમ વિસ્તાર પર નજર રાખવા માટે વોચ ટાવર લગાવવામાં આવી રહ્યા છે અને તમામ ઘાટ પર પાણીના બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.