પશ્ચિમ બંગાળમાં કોલેજ પ્રોફેસર અને વિદ્યાર્થીનીએ ક્લાસમાં જ લગ્ન કરી લેતાં હોબાળો મચ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયાં બાદ તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.
વાયરલ વીડિયોમાં શું દેખાય છે
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રોફેસર દુલ્હનના વેશમાં રહેલી વિદ્યાર્થીનીના ગળામાં જયમાળા નાખતાં અને માંગમાં સિંદૂર ભરતાં જોવા મળ્યા હતા. કેટલાક શૂટિંગ કરતાં પણ જોવા મળ્યાં હતા. આ ઘટના બાદ હોબાળો મચ્યો છે અને તપાસ માટે 3 સભ્યોની કમિટી નિમવામાં આવી છે.
पश्चिम बंगाल के विश्वविद्यालय में एक प्रोफ़ेसर ने फ़र्स्ट ईयर के छात्र के साथ क्लास रूप में शादी रचाई pic.twitter.com/eViQNWHVmy
— Priya singh (@priyarajputlive) January 30, 2025
પ્રોફેસરને રજા પર મોકલી દેવાયાં
વીડિયો સામે આવ્યા બાદ કોલેજ પ્રશાસન દ્વારા શિક્ષકને રજા પર મોકલી દેવામાં આવ્યો હતો પરંતુ જોકે તેણે એક ચોંકાવનારો દાવો કર્યો છે. રજા પર મોકલવામાં આવેલ પ્રોફેસરનું કહેવું છે કે તેણે ન તો કોલેજમાં લગ્ન કર્યા છે અને ન તો વિદ્યાર્થી સાથે આવા કોઈ સંબંધ હતા, પરંતુ આ બધું એક પ્રોજેક્ટનો ભાગ હતો. આ ઘટના બંગાળના હરિનઘાટામાં મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી (MAKAUT)માં બની હતી.