રાજ્યમાં 24 કલાક બાદ ફરી ઠંડીનો માહોલ જામશે. કેમ કે 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે. જેને લઈને ઠંડી વધશે. તો 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન વધવાની શકયતા સાથે ઉત્તરાયણ પર ઠંડી સાથે પવન પણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જયા 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. જે તાપમાન ઘટતા ઠંડી વધશે. હવામાન વિભાગે જણાવ્યું કે હાલ અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું . તો હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. તો રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
એ. કે. દાસ (ડાયરેકટર, હવામાન વિભાગ)
સાયક્લોનીક સર્ક્યુલેશનનાં કારણે વાતાવરણમાં પલ્ટોઃ હવામાન વિભાગ
આ સાથે હવામાન વિભાગે 24 કલાકમાં અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નોંધ્યું છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. તો આ સાથે હવામાન વિભાગે 14 જાન્યુઆરીએ ઠંડી સાથે પતંગ રસિયાઓ માટે પવન વાળો માહોલ રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.
14 થી 16 જાન્યુઆરી દરમ્યાન ઠંડીથી રાહત મળશે
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવાાં આવી છે. તા. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યમાં ઠંડીથી રાહત મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાનમાં 20 ડિગ્રી થશે.
વાદળ હોવાથી ઠંડીમાં રાહત મળશેઃ અંબાલાલ
તેમજ રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં રાહત મળશે. તેમજ ન્યૂનતમ તાપમાનમાં વધારો થશે. મહત્તમ તાપમાન 34 ડિગ્રીથી વધુ થઈ શકે છે. તેમજ 14 થી 18 જાન્યુઆરી દરમ્યાન રાજ્યમાં વાદળો રહેશે. તેમજ વાદળ હોવાથી ઠંડીમાં રાહત મળશે