સોશિયલ મીડિયાનો વપરાશ માત્ર યંગ જનરેશન જ કરે છે એવું નથી, હવે કોઈપણ ઉંમરના લોકો સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા કે ફેમસ થવા અને ફોલોવર્સ વધારવા માટે કશું ને કશું અવનવું કરતાં રહેતા હોય છે, એમાંથી ઘણા લોકો હાંસી પાત્ર બને છે તો ઘણા લોકો તારીફ ભેગી કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક કાકા પોતાના ડાન્સથી ફ્લાઇટમાં રહેલા લોકોને ઇમ્પ્રેસ કરી રહ્યા છે.
90 ના દશકનું ગીત
ઈન્ડિગોની ફ્લાઇટમાં આ અંકલ 90 ના દશકનું ખૂબ જાણીતું અને લોકપ્રિય ગીત “યે અખ્ખા ઈન્ડિયા જાનતા હૈ” ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે, અને વિડીયોમાં જોઈ શકાય છે કે અંકલના આ ડાન્સની મજા અન્ય મુસાફરો પણ લઈ રહ્યા છે. તમે પણ જોઈ લો આ વિડીયો તમારા ચહેરા પર પણ હાસ્ય છવાઈ જશે.
ગોવિંદાના ગીત પર ડાન્સ
આ વિડીયો જોઈને જૂનો એક વિડીયો યાદ આવે છે જેમાં પણ એક દાદા અને દાદી એક પ્રસંગમાં બૉલીવુડના જાણીતા એક્ટર ગોવિંદાના ગીત પર ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. ‘ આપકે આ જાને સે’ ગીત પર ડાન્સ કરતાં દાદાનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ તેમના મન મૂકીને વખાણ કર્યા હતા. તો આ ઉપરાંત પણ હાલમાં એક નાના છોકરાનો ‘આજ કી રાત’ ગીત પર અદ્ભૂત ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો હતો. હાલ તો આ ઈન્ડિગો વાળા અંકલ લાઇમલાઇટ લૂંટી રહ્યા છે.