ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના ઘરે ચોરી થઈ છે. કેટલાક માસ્ક પહેરેલા ચોરે તેના ઘરને નિશાન બનાવ્યું. ઘટના સમયે તેનો પરિવાર અંદર હતો,તેણે કહ્યું કે તેના પરિવારને શારીરિક રીતે કોઈ નુકસાન થયું નથી, પરંતુ તેમની ઘણી “ભાવનાત્મક” વસ્તુઓ ચોરાઈ ગઈ છે.
બેન સ્ટોક્સે ચોરાયેલી કેટલીક વસ્તુઓના ફોટા પણ શેર કર્યા, જેમાં 2020 OBE મેડલ, ત્રણ સાંકળો, એક વીંટી અને ડિઝાઇનર બેગનો સમાવેશ થાય છે. તેણે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવાર 17 ઓક્ટોબરની સાંજે, કેટલાક માસ્ક પહેરેલા માણસોએ ઉત્તર-પૂર્વમાં કેસલ ઈડન વિસ્તારમાં મારા ઘરમાં ચોરી કરી હતી.
તેણે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું, ‘તેઓ ઘરેણાં, અન્ય કિંમતી સામાન અને ઘણી બધી અંગત વસ્તુઓ લઈને ભાગી ગયા. તેમાંથી ઘણી વસ્તુઓ મારા અને મારા પરિવાર માટે ખરેખર ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે.
બેન સ્ટોક્સનો પરિવાર ઘરે હતો
બેન સ્ટોક્સે કહ્યું, ‘જેઓએ આ કૃત્ય કર્યું છે તેમને શોધવામાં મદદ માટે આ અપીલ છે. આ અપરાધ વિશે અત્યાર સુધીની સૌથી ખરાબ બાબત એ છે કે મારી પત્ની અને 2 નાના બાળકો ઘરે હતા ત્યારે તે આચરવામાં આવ્યો હતો.
વસ્તુઓ વધુ ખરાબ હોઈ શકે છે!
સ્ટોક્સે કહ્યું, ‘આ સ્થિતિ કેટલી ખરાબ હોઈ શકે તેની અમે કલ્પના જ કરી શકીએ છીએ. ‘હું ચોરાયેલી કેટલીક વસ્તુઓના ફોટોગ્રાફ્સ બહાર પાડી રહ્યો છું – જેની મને આશા છે કે સરળતાથી ઓળખી શકાશે -એવી આશાએ કે અમે જવાબદારોને શોધી શકીએ.’