રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે વસ્તી ગણતરી શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવાની માંગ ઉઠાવી હતી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, UPA સરકાર દ્વારા રજૂ કરાયેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એક ઐતિહાસિક પહેલ હતી જેનો ઉદ્દેશ્ય 140 કરોડ વસ્તી માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. તેમણે કહ્યું કે, આ કાયદાએ લાખો સંવેદનશીલ પરિવારોને ભૂખમરાથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હત, ખાસ કરીને કોવિડ 19 રોગચાળાના સંકટ દરમિયાન અને આ કાયદાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આધાર પણ પૂરો પાડ્યો હતો.
#WATCH | Speaking in Rajya Sabha, Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says "The National Food Security Act (NFSA), introduced by the UPA government in September 2013, was a landmark initiative aimed at ensuring food and nutritional security for the country's 140… pic.twitter.com/uYHmPE8Qhu
— ANI (@ANI) February 10, 2025
આ સાથે સોનિયા ગાંધીએ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, ગ્રામીણ વસ્તીના 75 ટકા અને શહેરી વસ્તીના 50 ટકા લોકોને સબસિડીવાળા અનાજ મેળવવાનો અધિકાર છે. જોકે તેમણે કહ્યું કે, લાભાર્થીઓ માટેના ક્વોટા હજુ પણ 2011 ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવે છે, જે હવે એક દાયકા કરતાં વધુ જૂની છે. તેમણે કહ્યું, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર વસ્તી ગણતરીમાં 4 વર્ષથી વધુ સમય વિલંબ થયો છે. મૂળ રીતે તે 2021 માટે સુનિશ્ચિત થયેલ હતું પરંતુ વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
આ સાથે સોનિયા ગાંધીએ કહ્યું કે, બજેટ ફાળવણી દર્શાવે છે કે આ વર્ષે પણ વસ્તી ગણતરી હાથ ધરવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું, આમ લગભગ 14 કરોડ પાત્ર ભારતીયો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ તેમના યોગ્ય લાભોથી વંચિત રહી રહ્યા છે. સરકાર શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી પૂર્ણ કરવાને પ્રાથમિકતા આપે અને ખાતરી કરે કે બધા પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળે. તેમણે કહ્યું, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી, તે એક મૂળભૂત અધિકાર છે.