મોદી સરકારે મિડલ ક્લાસને એક મોટી ભેટ આપી છે. નાણા મંત્રી સીતારમણે બજેટમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીનું એલાન કર્યું છે એટલે વર્ષે 12 લાખ કમાતા લોકોએ ઈન્કમ ટેક્સ નહીં ચુકવવો પડે.
આવતે અઠવાડિયે નવું ઈન્કમ ટેક્ષ બિલ
નાણા મંત્રી સીતારમણે આવતે અઠવાડિયે નવું ઈન્કમ ટેક્સ બિલ લાવવાનું પણ એલાન કર્યું છે.
Zero Income Tax till ₹12 Lakh Income under New Tax Regime
👉 Slabs and rates being changed across the board to benefit all tax-payers
👉 New structure to substantially reduce taxes of middle class and leave more money in their hands, boosting household consumption, savings and… pic.twitter.com/KfQy4a6PGd
— Ministry of Finance (@FinMinIndia) February 1, 2025
નવી ટેક્સ પ્રણાલી
– 0-4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં
– 4-8 લાખ રૂપિયા સુધી 5 ટકા ટેક્સ
– 8-12 લાખ રૂપિયા સુધી 10 ટકા ટેક્સ
– 12-16 લાખ રૂપિયા સુધી 15 ટકા ટેક્સ
– 16-20 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ
– 20-24 લાખ રૂપિયા સુધી 25 ટકા ટેક્સ
– 24 લાખ રૂપિયાથી ઉપર 30 ટકા ટેક્સ
બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે ટીડીએસની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે. તેમના માટે વ્યાજ પરની છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.
આવકવેરા ભરવાની મર્યાદા વધારીને 4 વર્ષ
નાણા મંત્રીએ એવું પણ કહ્યું કે આવકવેરા ભરવાની મર્યાદા 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરવામાં આવી છે.