પહેલા ન્યૂઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં ભારતના ધબડકાં બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી અળખામણા બનવા લાગ્યાં છે. બીસીસીઆઈ તો કેપ્ટન પદેથી રોહિતને હટાવવાનો પણ નિર્ણય લીધો છે. આજે મુંબઈમાં બીસીસીઆઈની રિવ્યૂ મીટિંગ બોલાવી હતી જેમાં ટોચના અધિકારીઓ સહિત ગૌતમ ગંભીર અને રોહિત શર્મા પણ હાજર રહ્યા હતા.
રોહિતે ટોચના અધિકારીઓને શું કહ્યું
રિપોર્ટ અનુસાર, રોહિતે મીટિંગમાં બીસીસીઆઈના ટોચના અધિકારીઓને સ્પસ્ટપણે જણાવી દીધું છે કે તે કમ સે કમ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી કેપ્ટન બની રહેવા માગે છે અને તે પછી નવા કેપ્ટનની શોધ કરજો. જોકે રોહિતે એવું પણ કહ્યું હતું બીસીસીઆઈએ અત્યારથી નવા કેપ્ટનની શોધ શરુ કરી દેજો.
#WATCH | Maharashtra: ICC Chairman Jay Shah and BCCI Vice President Rajeev Shukla arrive to attend the BCCI Special General Meeting in Mumbai. pic.twitter.com/WCH973pihy
— ANI (@ANI) January 12, 2025
કાયમી કેપ્ટન તરીકે બૂમરાહના નામની વિચારણા
રોહિતની વાત બાદ કાયમી કેપ્ટન તરીકે બૂમરાહના નામની પણ વિચારણા કરવામાં આવી હતી. બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટની સીરિઝમાં બે ટેસ્ટમાં કપ્તાની પણ કરી હતી જોકે ફાઈનલ ટેસ્ટમાં ઈજા થવાને કારણે તે બહાર રહ્યો હતો, બુમરાહની ઈજા વિશે પણ ચર્ચા થઈ હતી.
BCCI's Review meeting outcome by @abhishereporter:
1. Rohit would continue as Capt till Champions Trophy, but BCCI to hunt for the New Captain in the meanwhile
2. Bumrah's work load with Captaincy to be discussed.3. Board will talk with Virat KOHLI regarding his future. pic.twitter.com/WrfYMF0G3g
— The Analyzer (News Updates) (@Indian_Analyzer) January 12, 2025
બીસીસીઆઈએ બોલાવી રિવ્યૂ મીટિંગ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 11 જાન્યુઆરીના રોજ મુંબઈમાં સમીક્ષા બેઠક બોલાવી હતી. કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર, BCCI પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી દેવજીત સૈકિયા અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સમીક્ષા બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી. આ સમયગાળા દરમિયાન, મેનેજમેન્ટે ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમના પ્રદર્શનની પણ સમીક્ષા કરી હતી, જ્યાં રોહિત બ્રિગેડને ઘરઆંગણે ટેસ્ટ સિરિઝમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.