મળતી માહિતી મુજબ ગોહિલ દિપેશ ભારતીય જળ સીમામાં રહેલા કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. પાકિસ્તાન જાસૂસી એજન્સી સાથે સંપર્કમા રહી માહિતી મોકલતો હતો. આ સમગ્ર માહિતી એટીએસ ને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાન મોકલ્યા
દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસે દિનેશ જ્યાં નોકરી કરતો હતો તે કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેની સાથે સંપર્કમાં હોય તેની પણ તપાસ શરૂ કરી છે.
પોરબંદરથી અગાઉ જાસૂસ ઝડપાયો હતો
મહિના પહેલા ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, પોરબંદરનો એક શખસ કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા ISIના અધિકારી કે એજન્ટના સંપર્કમાં છે. આ શખસ પોરબંદર કોસ્ટગાર્ડની કેટલીક માહિતી લીક કરીને પાકિસ્તાન પહોંચાડે છે. જેને લઇને ગુજરાત ATSની ટીમે પંકજ કોટિયા નામના શંકાસ્પદ પર વોચ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે પંકજની અટકાયત કરી હતી.ગુજરાત ATSએ આરોપી પંકજની અટકાયત બાદ પૂછપરછ હાથ ધરતા તે પોરબંદર કોસ્ટડગાર્ડ જેટી તથા જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટોની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન મોકલી આપતો હોવાનો ખુલાસો થયો હતો.