મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ માટે સીએમ બનવાનો માર્ગ મોકળો થયો છે. પ્રવર્તમાન સીએમ એકનાથ શિંદેએ સીએમ પદેથી પાછીપાની કરીને ભાજપના મુખ્યમંત્રી મંજૂર હોવાનું સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે. તેમણે કહ્યું કે ભાજપની બેઠકમાં સીએમ પદે જેનું પણ નામ નક્કી થાય તે તેમને મંજૂર રહેશે.
કદી પણ મારી જાતને મુખ્યમંત્રી નથી માની
શિંદેએ કહ્યું કે મેં કદી પણ મારી જાતને મુખ્યમંત્રી તરીકે માની નથી. મેં હંમેશા કોમનમેન બનીને કામ કર્યું છે, રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે. આ દરમિયાન શિંદેએ પીએમ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. મહારાષ્ટ્રની લાડકી બહેનોનો હું લાડકો ભાઈ છું.
Mumbai: Maharashtra caretaker CM Eknath Shinde says, "Every ordinary person has a desire to receive some form of support from the government, and I have fulfilled that desire. That is why, in this two-and-a-half-year period, I am very happy and satisfied. During this time, we… pic.twitter.com/xfhOqtHw7m
— IANS (@ians_india) November 27, 2024
પીએમ મોદી જે નિર્ણય લેશે તે અમને મંજૂર
સીએમ શિંદે પીએમ મોદી અને અમિત શાહનો ખાસ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમને મંજૂર હશે.
ચૂંટણીના પરિણામો જાહેર થયાં ત્યારથી ખેંચતાણ
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી નવા મુખ્યમંત્રીને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. એકનાથ શિંદે હોય, દેવેન્દ્ર ફડણવીસ હોય કે અજિત પવાર હોય… ત્રણેયના સમર્થકો તેમના નેતાને મુખ્યમંત્રી બનતા જોવા માગતાં હતા. ત્રણેય નેતાઓના સમર્થકોએ ખુલ્લેઆમ તેમના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવાનું શરૂ કર્યું હતું. શિવસેનાના નેતા નરેશે એવું કહ્યું હતું કે સીએમ પદને લઈને કોઈ મૂંઝવણ નથી. સરકાર બે દિવસમાં બનતી નથી. પ્રક્રિયા ચાલી રહી છે. સીએમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. મહાયુતિના નેતાઓ નિર્ણય લેશે. જો કે અમે મુખ્યમંત્રી પદની માંગણી કરી છે. જેમ બિહારમાં એક નાની પાર્ટીને સીએમ પદ આપવામાં આવ્યું છે, તેવી જ રીતે અમે પણ સીએમ પદ માંગ્યું છે.
#WATCH | Thane: Maharashtra caretaker CM and Shiv Sena chief Eknath Shinde says, "For the past 2-4 days you must have seen rumours that someone is miffed. We are not people who get miffed…I spoke with the PM yesterday and told him that there is no obstruction from our end in… pic.twitter.com/IvFlgD5WQI
— ANI (@ANI) November 27, 2024
સીટોની વહેંચણી વખતે સીએમનું આશ્વાસન
શિવસેનાએ દાવો કર્યો હતો કે મહાયુતિમાં સીટોની વહેંચણી સમયે શિવસેનાને જ CM પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. શિવસેનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટીના વડા એકનાથ શિંદે ડેપ્યુટી CM પદ સ્વીકારશે નહીં. આ બધા વચ્ચે ભાજપની ટોચની નેતાગીરીએ ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવ્યા છે.
મહારાષ્ટ્ર ચૂંટણીનું શું પરિણામ
રાજ્યમાં 20 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 132 બેઠકો, શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો મળી હતી.