ગુજરાતથી અનેક શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશ મહાકુંભમાં ગયા છે. ત્યારે થોડા દિવસ પહેલા થયેલ નાસભાગમાં ઉત્તર ગુજરાતનાં વિસનગર તાલુકાનાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું. ત્યારે આજે રાજકોટનાં વધુ એક શ્રદ્ધાળુનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
ઉત્તર પ્રદેશનાં પ્રયાદરાજ ખાતે એક મહિના સુધી ચાલનારા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.